For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રશિયાએ વિશ્વની સૌથી ઘાતક હાઇપરસોનિક મિસાઇલ "જિરકાન"નું કર્યું પરિક્ષણ, 9888 કિમી પ્રતિ કલાકની સ્પિડ

Updated: Nov 30th, 2020

મોસ્કો, 30 નવેમ્બર 2020 સોમવાર

બાલ્ટિક સમુદ્રમાં અમેરિકા સાથે વધી રહેલી તંગદીલી વચ્ચે રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું પરિક્ષણ કર્યું છે, રશિયાનાં સંરક્ષણ મત્રાલયએ જણાવ્યું કે આ દરમિયાન મિસાઇલે 8 મૈક (9888 કિમી પ્રતિ કલાક)થી વધુની સ્પિડ પકડી, લાઇવ મોનિટરિંગ અને રેકોર્ડીંગ ડેટા પ્રમાણે, મિસાઇલે 450 કિમી દુર સ્થિત પોતાના લક્ષ્યનું ખુબ જ ચોક્સાઇથી ભેદન કર્યું. 

રાત્રે બૈરંટ સમુદ્રમાં કરાયું પરિક્ષણ 

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, મિસાઈલનું પરીક્ષણ રાત્રે બૈરંટ સમુદ્રમાં કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું આ બીજી સફળ પરીક્ષણ હતું. અગાઉ આ હાઈપરસોનિક મિસાઇલ ઓક્ટોબર 2020માં રશિયન નેવીના ફિગ્રેટ એડમિરલ ગોર્શકોવથી કરવામાં આવ્યું હતું. આ વખતે પણ આ મિસાઇલ આ યુદ્ધ જહાજથી લોન્ચ કરવામાં આવી છે. આ મિસાઇલને પ્રોજેક્ટ 1164 મિસાઇલ ક્રુઝર માર્શલ ઉસ્ટિનોવ અને પ્રોજેક્ટ 22350 ફ્રિગેટ એડમિરલ કસાતાનોવ પર પણ તૈનાત કરવાની યોજના છે.

4.5 મિનિટમાં 450 કિમીનું અંતર પુરૂ કર્યુ

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ હાઇપરસોનિક મિસાઇલની રેન્જ 450 કિમીની રહી, મિસાઇલે 28 કિમીની ઉંચાઇથી ઉડાનભરી અને 4.5 મિનિટમાં 450 કિમીનું અંતર પુરૂ કરીને લક્ષ્યનો ખાત્મો કરી દીધો, આ દરમિયાન મિસાઇલે 8 મૈકની સ્પિડ પ્રાપ્ત કરી, અત્રે ઉલ્લેખનિય છે કે હાઇપરસૌનિક મિસાઇલની દુનિયામાં હાલ રશિયાનો દબદબો છે, રશિયાએ પોતાની 3M22 જિરકોન મિસાઇલને તૈનાત લકરવાનું શરૂ કરી દીધું છે.  

આ હાયપરસોનિક મિસાઇલ શા માટે ઘાતક મનાય છે

સામાન્ય મિસાઇલો બેલિસ્ટિક ટ્રૈજેક્ટરીને અનુસરે છે. આનો અર્થ એ છે કે તેમના માર્ગો સરળતાથી ટ્રેક કરી શકાય છે. તેનાથી દુશ્મનને હુમલો કરવાની તૈયારી અને પ્રતિકાર કરવાની તક મળી જાય છે, જ્યારે હાઈપરસોનિક વેપન સિસ્ટમ નિશ્ચિત માર્ગ પર ચાલતી નથી. આ કારણોસર, દુશ્મન કદી અનુમાન નહીં કરે કે તેનો રસ્તો કયો છે. ગતિ એટલી તેજ છે કે લક્ષ્યને પણ ખબર નહીં પડે. એટલે કે, એર ડિફેન્સ સિસ્ટમ પણ તેની આગળ પાણી ભરશે.

બીજા કોઈ દેશ પાસે આ મિસાઇલનો તોડ નથી

રશિયાની અત્યાધુનિક એસ -500 એર ડિફેન્સ સિસ્ટમ સિવાય, કોઈ પણ દેશ પાસે હાઇપરસોનિક મિસાઇલોને અટકાવવાની ક્ષમતા નથી. રશિયા અને ચીન સાથે સાથે ટક્કર લેવા અમેરકા પણ આ બ્રહ્માસ્ત્રનું નિર્માણ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે અમેરિકા હજી પણ અવિશ્વસનીય લશ્કરી સાધનો બનાવી રહ્યું છે. તેણે તેનું નામ સુપર-ડુપર મિસાઇલ રાખ્યું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે હાલમાં આપણી પાસે જે મિસાઇલો છે તેના કરતા તે 17 ગણી વધુ તેજ છે.

Gujarat