For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પૂર્વ અમેરિકી ડિપ્લોમેટને રશિયન કોર્ટે આ કારણસર 14 વર્ષની સજા ફટકારી

Updated: Jun 19th, 2022

Article Content Image

મોસ્કો, તા. 19 જૂન 2022 રવિવાર

એક પૂર્વ અમેરિકી ડિપ્લોમેટને રશિયન કોર્ટે ગાંજાની તસ્કરી માટે 14 વર્ષની કેદની સજા સંભળાવી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યુક્રેનમાં રશિયન આક્રમકતા વિરુદ્ધ વ્હાઈટ હાઉસ અને ક્રેમલિનની વચ્ચે સંબંધ નીચલા સ્તરે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર મોસ્કો ઉપનગર ખિમકીની એક કોર્ટે એક નિવેદનમાં કહ્યુ કે અમેરિકી નાગરિક માર્ક ફોગેલને દોષી ઠેરવ્યા છે.

17 ગ્રામ ગાંજા સાથે પકડાયા હતા ફોગેલ

મોસ્કોમાં અમેરિકી દૂતાવાસમાં કામ કરનારા માર્ક ફોગેલ ધરપકડના સમયે એક ઈંગ્લિશ શિક્ષક તરીકે કામ કરી રહ્યા હતા. 60 વર્ષના ફોગેલને લગભગ 17 ગ્રામ ગાંજો લઈ જતા પકડવામાં આવ્યા હતા જ્યારે તેઓ 15 ઓગસ્ટ 2021એ શેરેમેતિયોવો એરપોર્ટ પર ઉતર્યા હતા.

ફોગેલએ આપ્યુ મેડીકલ કારણ

રશિયન અધિકારીઓએ ગાંજાના જથ્થા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. રશિયન કાયદો ઓછામાં ઓછા 100 ગ્રામ ગાંજાને 'મોટા જથ્થા' તરીકે ગણે છે. ફોગેલે કહ્યુ કે ડોક્ટરે સ્પાઈનલ સર્જરી બાદ મેડીકલ કારણોથી તેમને એ આપ્યુ હતુ અને તેમને આ વાતની જાણકારી નહોતી કે રશિયામાં મેડીકલ ગાંજો ગેરકાયદે છે.

ફોગેલ પર ગાંજા તસ્કરીનો આરોપ

રશિયન મીડિયાના રિપોર્ટસ અનુસાર ફોગેલને માદક દ્રવ્યોની દાણચોરી, સંગ્રહ, પરિવહન, ઉત્પાદન અને પ્રક્રિયા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. રશિયન અધિકારીઓનું કહેવુ છે કે ફોગેલ મોસ્કોમાં યુએસ એમ્બેસીમાં કાર્યરત હતા અને મે 2021 સુધી તેને ડિપ્લોમેટિક ઈમ્યુનિટીનો લાભ મળ્યો હતો.

Gujarat