For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રમુખ બાઇડેને બે ભારતીય અમેરિકનોને મહત્ત્વના પદે નિમ્યા

- પ્રેસ્ટન કુલકર્ણીને વિદેશી બાબતોના વડા અને સોનાલી નિઝાહવાનને અમેરિકોર્પ્સના ડાયરેકટર બનાવ્યા

Updated: Feb 14th, 2021

Article Content Image

(પીટીઆઇ) હ્યુસ્ટન, તા. 14 ફેબ્રૂઆરી, 2021, રવિવાર

જાહેર સેવા ક્ષેત્રના બે નિષ્ણાંતોને અમેરિકાના પ્રમુખ બાઇડેને મહત્ત્વના હોદ્દા પર નિમ્યા હતા. સોનાલી નિઝાહવાનને એમેરિકર્પ્સ સ્ટે અને નેશનલના ડાયરેકટર અને  42 વર્ષના પ્રેસ્ટન કુલકર્ણાને વિદેશી બાબતોના વડા તરીકે નિમવામાં આવ્યા હતા.કુલકર્ણી આમ તો બે વખત ટેકસાસામાંથી કોંગ્રેસેની  ચૂંટણી લડીને હાર્યા હતા, પરંતુ વોશિંગ્ટનમાં તેમની નોંધ લેવાઇ હતી.

કુલકર્ણી, નિઝાહવાનની સાથે સાથે ડેન કોહલની નિમણુંક દર્શાવે છે કે બાયડેન વહીવટી તંત્રમાં વૈવિધ્યસભર પ્રતિનીધીત્વ છે, એમ એમરિકોર્પ્સ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાવમાં આવ્યું હતું. આ લોકો બાયડેન વહીવટી તંત્રના એજન્ડાને આગળ ધપાવા પોતાની વગનો ઉપયોગ કરશે. આજના સોથી મોટા  મુદ્દાઓ કોરોના,આિર્થક પ્રગતિ,વંશિય સમાાનતા અને કલાઇમેટ ચેન્જ પર તેઓ વધુ ધ્યાન આપશે.

રિપબ્લીકનોના ગઢ મનાતા ટેક્સસાના 22માં જિલ્લાની યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવની ચૂંટણીમાં  નવેમ્બરમાં ડેમોક્રટિક ઉમેદવાર તરીકે કુલકર્ણી ફોર્ટ બેન્ડ કાઉન્ટીના શેરિફ ટ્રોય નેહલ્સ સામે હારી ગયા હતા.કુલકર્ણી 14 વર્ષ સુધી વિદેશ મંત્રાલયમાં કામ કરી ચૂક્યા હોવાથી  અમેરિકોર્પ્સ માટે જાહેર બાબતો અને સેવા ક્ષેત્રે તેઓ અનુભવની વિવિધતા લઇને આવશે.

સોનાલી નિઝાહવાન  ઊભરી રહેલા નેતાઓ અને રાષ્ટ્રીય સેવા માટે પ્રતિબધૃધતા દર્શાવી હતી.તાજેતરમાં તેઓ સ્ટોકટોન સર્વીસીસ કોર્પ્સના એકઝીક્યુટિવ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા હતા.અમેરિકોર્પ્સ મારફતે તેઓ તેઓ સૃથાનિકોની સમસ્યાઓના નીકાલ માટે કામ કરશે.ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે તેમનો વિશાળ અનુભવ પણ અમેરિકોર્પ્સને ખુબ લાભ દાયી સાબીત થશે, એમ એક નિદેનમાં કહેવામાં આવ્યું હતું.

Gujarat