For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગરમીના પારા વચ્ચે નેતાઓનું પ્રવાસી શ્રમિકો મુદ્વે રાજકારણ

નાણામંત્રી નિર્મલા સિતારમણ અને રાહુલ ગાંધી વચ્ચે વાક પ્રહાર

અગાઉ પ્રિયંકા ગાંધી અને યોગી આદિત્યનાથ વચ્ચે બસ પોલિટિકસ શરુ થયું હતું

Updated: May 27th, 2020


Article Content Image

નવી દિલ્હી, 27, મે, 2020, બુધવાર 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી પાછા ફરી રહેલા પ્રવાસી મજદૂરોને મળી રહયા છે. ગત સપ્તાહ પ્રિયંકા ગાંધી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે બસ પોલિટિકસ શરુ થયું હતું જેમાં શ્રમિકોને લાવવા માટે 1000 બસને પરમિશન આપવાની પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને અરજી કરી હતી. લાંબી ખેંચતાણ પછી કોંગ્રેસની બસોની માંગનો સ્વીકાર થયો એ પછી પણ તેના પાસિંગ નંબરો વિવાદ થયો હતો. આ એપિસોડને બસ પોલિટિકસ નામ આપવામાં આવ્યું હતું. હવે પ્રવાસી શ્રમિકોના મુદ્રે નાણામંત્રી નિર્મલા સિતારમણ અને રાહુલ ગાંધી વચ્ચે વાક પ્રહાર ચાલે છે.

રાહુલ ગાંધીની શ્રમિકો સાથેની તસ્વીરની ટિકા કરતા સિતારમણે કહયું કે રાહુલ ગાંધીએ આમ કરીને મજૂરોનો સમય બગાડયો છે. રાહુલે ડ્રામેબાજી કરીને શ્રમિકોનો સમય બગાડયો છે. જો એટલા ગંભીર હોતતો તેમનો બોજ ઉઠાવી લીધો હોતતો સારું હતું. હવે કોંગ્રેસ નેતાઓએ આ તંજનો પોતાના અંદાજમાં મંગળવારે વીડિયો કોન્ફરન્સ કરીને જવાબ આપ્યો કે મને પરમીશન આપશો તો હું જરુરથી બેગ ઉઠાવી લઇશ એટલું જ નહી 10 થી 15 લોકોને મદદ કરીશ. જો કે નિર્મલા સિતારમણે રાહુલ ગાંધીએ આ ટોણો 17 મે ના રોજ રાહત પેકેજનું એલાન કરતા નાણામંત્રીએ કહયું કે રાહુલ ગાંધીને આ ટોણો માર્યો હતો. જો કે આ ટોણાનો જવાબ રાહુલ ગાંધીએ 10 દિવસ પછી વાળ્યો છે.

Article Content Image

તેમણે કહયું કે કોગ્રેસ પાર્ટી રાહત પેકેજની પ્રેસ કોન્ફરન્સને ડ્રામા બતાવે છે તો અસલી ડ્રામાબાજ તે જ છે રાહુલ ગાંધી રોડ પર બેસીને મજૂરોની વાત કરીને તેમનો સમય ખરાબ કરી રહી છે એના કરતા તો કોઇ બાળકના હાથમાંથી સૂટકેસ પકડીને સાથે ચાલતો હોતતો તે વધારે સારું હતું. કોંગ્રેસ નેતાએ મંગળવારના રોજ કહયું મજુરોને સાથે વાતચીત કરવાનું એકમાત્ર કારણ તેની તકલીફ જાણવાનું હતું.

સાચું કહું તો તેમની સાથે મળીને મને ઘણું જાણવા મળ્યું છે. મદદની વાત છે ત્યારે હું મદદ કરતો જ રહેવાનો છું. રાહુલ ગાંધીએ પ્રવાસી મજુરોના સંઘર્ષ પર એક મિની ફિલ્મ પણ બનાવી છે. દેશના અન્ય નાગરિકો મજૂરોની પીડા સમજી શકે તે માટે ફિલ્મ બનાવી છે. આ લોકો અમારી શકિત છે જો અમે એની મદદ નહી કરીએ તો પછી કોની કરીશું ? નાણામંત્રીએ જે પણ સલાહ આપી છે તે બદલ તેમને ધન્યવાદ આપું છું. રાહુલ ગાંધીએ મંગળવારે સરકારને તેમનો આગળનો પ્લાન પુછયો હતો. તેમણે કહયું કે લોકડાઉનના 4 સ્ટેજ ફલોપ ગયા છે એમાં સરકારને હું પુછું છુ કે આગળ જતા તેમની રણનીતિ શું છે ?  મજુરો માટે શું વ્યવસ્થા છે ? હિંદુસ્તાન એવો પહેલો દેશ છે જયાં લોકડાઉન ખતમ થઇ રહયું છે ત્યારે જ કેસોની સંખ્યા વધી રહી છે.

Gujarat