For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનમાં 62 વર્ષના ઢાંઢા સાંસદે હદ કરી, 14 વર્ષની કિશોરી સાથે કર્યા લગ્ન

Updated: Feb 23rd, 2021

Article Content Image

ઈસ્લામાબાદ, તા. 23. ફેબ્રુઆરી, 2021 મંગળવાર

બાળ વિવાહના દુષણ સામે આખી દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના 62 વર્ષીય સાંસદ મૌલાના સલાહઉદ્દીન અયૂબીએ 14 વર્ષની કિશોરી સાથે લગ્ન કરી લીધા છે.

જોકે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે તપાસના આદેશ આપી દીધા છે. એક એનજીઓ દ્વારા આ જાણકારી સામે લાવવામાં આવી હતી.પાકિસ્તાન અખબારના અહેવાલ પ્રમાણે સાંસદે જેની સાથે લગ્ન કર્યા હતા તે બાળકીના જન્મનુ સર્ટિફિકેટ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યુ હતુ.જેમાં તેની જન્મ તારીખ 28 ઓક્ટોબર 2006 દર્શાવાઈ છે.એ પછી સ્થાનિક એનજીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ થયા બાદ તપાસ માટે બાળકીના ઘરે પહોંચી તો પિતાએ કહ્યુ હતુ કે, મારી પુત્રીના લગ્ન થયા નથી,પોલીસનુ કહેવુ છે કે, બાળકીને સાંસદ પાસે નહીં મોકલવાની પિતાએ ખાતરી આપી છે.

પાકિસ્તાનના લગ્નના કાયદા પ્રમાણે લગ્ન માટે યુવતીની વય 16 વર્ષની નક્કી કરવામાં આવી છે.

Gujarat