પાક.માં સરકારી કર્મચારીઓના પગારમાં દસ ટકા ઘટાડાની તૈયારી

કંગાળ પાકિસ્તાનમાં પ્રધાનોની સંખ્યા ઘટાડવાની પણ ભલામણ

આઇએમએફએ આર્થિક કટોકટીગ્રસ્ત પાક.ને લોન આપવાનો ઇનકાર કરતા પાડોશી દેશની સ્થિતિ વધુ કફોડી બની

Updated: Jan 25th, 2023 

ઇસ્લામાબાદ, તા. ૨૫

આર્થિક કટોકટી અને મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાન કંગાળ થવાની તૈયારીમા છે. આર્થિક કટોકટીથી બહાર આવવા માટે પાકિસ્તાન તમામ પ્રયત્નો કરી રહ્યું છે. ક્યારેક તે અમેરિકા, ચીન અને અરબ દેશો પાસેથી આર્થિક મદદ માગે છે તો ક્યારેય તે પાડોશી દેશોની સાથે શાંતિ સ્થાપના કરવાની વાત કરી છે.

પાકિસ્તાન સરકાર સરકારી કર્મચારીઓના પગારમાં ૧૦ ટકા ઘટાડો કરે તેવી શકયતા છે. પાકિસ્તાનના મીડિયા અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે બનાવેલી નેશનલ ઓસ્ટેરિટી કમિટી આર્થિક કટોકટીથી બહાર આવવા માટેના તમામ ઉપાયો પર વિચાર કરી રહી છે.

કમિટીએ સરકારી કર્મચારીઓનો પગાર ૧૦ ટકા કાપવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. કમિટીએ મંત્રાલયો-વિભાગોવી ખર્ચમાં ૧૫ ટકાનો ઘટાડો કરવાનોે પણ રજૂ કર્યો છે. પ્રધાનોની સંખ્યા ઘટાડવાની પણ સલાહ આપવામાં આવી છે. કમિટીએ સરકારના સલાહકારોની સંખ્યા ૭૮ થી ઘટાડીને ૩૦ કરવાની ભલામણ કરી છે.

આ દરમિયાન આઇએમએફએ પાકિસ્તાનને લોન આપવાનો ઇનકાર કરી દીધો છે. આ અગાઉ આઇએમએફએ પાકિસ્તાન પાસેથી બજેટના સંબધમાં વધારાની માહિતી માગી હતી. પાકિસ્તાનને ૧૦ અબજ ડોલરની વિદેશી લોનની તાત્કાલિક જરૃર છે.

આઇએમએફએ લોન આપવાનો ઇનકાર એવા સમયે કર્યો છે જ્યારે પાકિસ્તાન કંગાળ થવાની તૈયારીમાં છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર ઘટીને ૪.૩૪૩ અબજ ડોલરના લઘુતમ સ્તરે પહોંચી ગયું છે. તાજેતરના દિવસોમાં પાકિસ્તાનમાં ગેસના ભાવમાં ૭૦ ટકા અને વીજળીના બિલમાં ૩૦ ટકાનો વધારો થયો છે.

 

 

    Sports

    RECENT NEWS