Get The App

પાકિસ્તાનમાં આતંકવાદીઓનો કહેર, ડ્રોન હુમલામાં એક મહિલાનું મોત, ત્રણ બાળકો ઘાયલ

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનમાં આતંકવાદીઓનો કહેર, ડ્રોન હુમલામાં એક મહિલાનું મોત, ત્રણ બાળકો ઘાયલ 1 - image

Image: AI Gemini



2 Drone Attack In Pakistan: પાકિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. ખૈબર પખ્તૂનખ્વાના બન્નુ જિલ્લામાં આજે બે ડ્રોન વડે હુમલા થતાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ત્રણ બાળક ઘાયલ થયા છે. બન્નુ ડિસ્ટ્રિક્ટ પોલીસ ઑફિસર સલીમ અબ્બાસ કુલાચીએ જણાવ્યું હતું કે, આજે જિલ્લામાં બે ક્વોડકોપ્ટર વડે હુમલા થયા હતાં. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ક્વોડકોપ્ટર હુમલામાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ત્રણ બાળક ઘાયલ થયા છે. આ ઈજાગ્રસ્તોમાં બે બાળક મૃતક મહિલાના છે.

મરયન પોલીસ સ્ટેશન પર હુમલો

બીજો ક્વોડકોપ્ટર હુમલો મરયન પોલીસ સ્ટેશન પર થયો હતો. જેમાં પોલીસ સ્ટેશનના ધાબા પર લાગેલી સોલાર પેનલ્સને નુકસાન થયું હતું. હુમલામાં તમામ પોલીસ કર્મી સુરક્ષિત હતા. આ જ પોલીસ સ્ટેશન પર આ પ્રકારનો ત્રીજો આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પ્રતિબિંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) દ્વારા નવેમ્બર, 2022માં સરકાર સાથે સંઘર્ષ વિરામ કર્યા બાદ પાકિસ્તાનમાં હાલમાં જ આતંકી ગતિવિધિઓ વધી છે.

બન્નુમાં હુમલા વધ્યા

બન્નુમાં છેલ્લા ઘણા મહિનાથી અનેક હુમલા છે. શનિવારે જિલ્લામાં એક જિરગા પર સશસ્ત્ર હુમલાખોરોએ હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા છે. માર્ચમાં બન્નુ છાવણી પર એક આતંકવાદી હુમલાનો જવાબ આપતાં સુરક્ષાદળોએ 16 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જેમાં પાકિસ્તાનના પાંચ જવાનો પણ મૃત્યુ પામ્યા હતા.

ડ્રોન હુમલામાં વૃદ્ધિ

છેલ્લા એક વર્ષમાં ખૈબર પખ્તૂનખ્વા અને બલુચિસ્તાનમાં મોટી સંખ્યામાં ડ્રોન હુમલા થયા હતા. માર્ચમાં ડ્રોન હુમલાના કારણે મરદાનમાં 11 લોકો મોતને ભેટ્યા હતા. ઉત્તરી વજિરિસ્તાનના મીર અલી વિસ્તારમાં ક્વોડકોપ્ટર હુમલામાં ચાર બાળકોએ જીવ ગુમાવ્યા હતા અને પાંચ ઘાયલ થયા હતા. આ હુમલાઓ પ્રતિબંધિત ટીટીપી દ્વારા કરવામાં આવ્યા હોવાનું સેનાએ જણાવ્યું હતું.

પાકિસ્તાનમાં આતંકવાદીઓનો કહેર, ડ્રોન હુમલામાં એક મહિલાનું મોત, ત્રણ બાળકો ઘાયલ 2 - image

Tags :