Get The App

બર્થ-ડેના દિવસે જ ભારતીય વિદ્યાર્થીનું કેનેડામાં મોત, સામે આવ્યો ચોંકાવનારો VIDEO

Updated: Sep 17th, 2024

GS TEAM

Google News
Google News
બર્થ-ડેના દિવસે જ ભારતીય વિદ્યાર્થીનું કેનેડામાં મોત, સામે આવ્યો ચોંકાવનારો VIDEO 1 - image
Image Twitter 

Indian Student Died in Canada : કેનેડામાં ભારતીય યુવાનનું તળાવમાં ડુબી જવાથી મૃત્યું થયાના સમાચાર આવી રહ્યા છે. માહિતી પ્રમાણે  હૈદરાબાદનો પ્રણીત તેના ભાઈનો બર્થડે ઉજવવા માટે ટોરેન્ટોના એક લેક પર ગયો ત્યારે આ દુ:ખદ ઘટના બની હતી. પ્રણીતે હાલમાં માસ્ટર ડિગ્રી પુરી કરી છે અને અત્યારે કેનેડામાં નોકરીની શોધ કરી રહ્યો હતો. ત્યારે શનિવારે તે પોતાના ભાઈ અને મિત્રો સાથે કેનેડામાં ટોરેનેટોના લેક પાસે એક કોટેજમાં આનંદ માણી રહ્યો હતો. એ પછી રવિવારે તેને સ્વિમિંગ કરવાની ઈચ્છા થઈ, એટલે તે તળાવમાં કૂદ્યો હતો. પરંતુ ત્યાં કૂદતા જ તળાવમાં પાણીનું પ્રેશર વધારે હતું અને તેમાં સ્વિમિંગ કરતા ન ફાવ્યું. જેના કારણે તેનું ડૂબી જવાથી મૃત્યું થયું હતુ. 


પ્રણવ તેના મિત્રો સાથે તળાવમાં ન્હાવા પડ્યો, પરંતુ...

પ્રણિત તેનો અભ્યાસ પૂરો કરીને વર્ષ 2019માં કેનેડા ગયો હતો અને ત્યાર પછી તે ત્યાં જ રહેવા લાગ્યો હતો. આ અંગે તેના પિતા રવિએ જણાવ્યું કે, પ્રણિત રવિવારે સવારે તેના મિત્રો અને ભાઈઓ સાથે લેકમાં સ્વિમિંગ કરવા માટે ગયો હતો. આ દરમિયાન તેના બીજા મિત્રો પણ આ તળાવમાં ન્હાવા પડ્યા હતા. એ પછી ધીમે ધીમે કરીને થોડું અંતર કાપ્યા પછી તેઓ તળાવમાંથી બહાર આવી ગયા હતા, પરંતુ ઘણા સમય સુધી પ્રણિત પાછો કિનારા પર પરત આવ્યો નહોતો. તેથી તેના મિત્રોએ તેને શોધવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તે ક્યાંય મળતા તેઓએ તાત્કાલિક સ્થાનિક પ્રસાસનને જાણ કરી હતી. સાંજે રેસ્ક્યૂ ટીમ તળાવ પાસે આવી અને પ્રણિતના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પ્રણિતના પરિવારે સરકાર પાસે મદદ માગી

પ્રણિતના પિતાએ જણાવ્યું કે, તેમના દીકરાનો એક મિત્ર દ્વારા આ ઘટનાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, શનિવારે પ્રણિત તેના ભાઈનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે તળાવ પાસે ગયો હતો. અહીં તેઓ નાઈટ આઉટ કેમ્પિંગ કર્યું અને તે પછી રવિવારે મિત્રો સાથે સ્વિમિંગ પણ કર્યું હતું. પરિવારે પ્રણિતના મૃતદેહને ભારત પરત લાવવા માટે સરકારની મદદ માગી હતી. 

તેમણે કહ્યું કે, 'મારા યુવાન દીકરાનો જન્મદિવસ શોકમાં ફેરવાઈ ગયો છે. અમે સરકાર પાસે મદદ માગીએ છીએ કે, પુત્રનો મૃતદેહ હૈદરાબાદ પરત લાવવા માટે ઝડપી પ્રક્રિયા હાથ ધરે તેવી વિનંતી કરી છે.'

Tags :