For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાસાનાં ખગોળવિદોએ અંતરિક્ષમાં જોઇ એક અજાયબી, પ્રકાશથી પણ તેજ આ પદાર્થને જોઇને થયા આશ્ચર્યચકિત

Updated: May 30th, 2020

Article Content Imageનવી દિલ્હી, 30 મે 2020 શનિવાર

અંતરિક્ષની ઘણી ગતિવિધિઓ આપણને ચોંકાવી દેતી હોય છે. કેટલીક વિજ્ઞાનના નિયમો માટે પડકારજકન પણ લાગે છે. આવી જ એક રહસ્યમયી પ્રવૃતિને નાસા (Nasa)ના વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે.

નાસાએ એક બ્લેક હૉલ (Black hole) નિહાળ્યો છે જે ખૂબ જ ગરમ પદાર્શોને પ્રકાશથી પણ વધુ ગતિએ ઉત્સર્જિત કરે છે.

નાસાની ચંદ્ર ઓબ્જર્વેટરીમાં અલૌકિક ઘટનાનું અવલોકન થયું છે. વૈજ્ઞાનનિકોએ નોંદ્યું છે કે આ બ્લેકહોલ પદાર્થોને પ્રકાશ કરતાં પણ 80 ગણો વધુ ઝડપે ફેંકે છે.

કઈ પણ બ્લેકહોલમાં આ પ્રકારની પ્રવૃતિની અગાઉ ક્યારેય નોંધ લેવાઈ નથી. એવું અનુમાન છે કે આ બ્લેકહોલનો ભાર આપણા સૂર્ય કરતા 80 ગણો વધારે છે.

સત્તાવાર માહિતી અનુસાર, આ કાળો જે પૃથ્વીથી ઓછામાં ઓછા 10 હજાર પ્રકાશ વર્ષ દૂર છે તે આપણી આકાશગંગામાં સ્થિત છે.

ખગોળશાસ્ત્રીઓએ MAXI 1820 +070 તારા નજીક બ્લેક હોલ અવલોકન કર્યું છે. આ બ્લેકહોલ આ તારા સાથે જેટ જેવી સામગ્રી ફેંકી રહ્યું છે.

ખગોળશાસ્ત્રીઓનું અવલોકન છે કે આ બ્લેક હૉલનું અવલોકન અગાઉના અભ્યાસ પર આધારિત છે. આ જેટ બ્લેક હૉલ પૃથ્વીથી દૂર ઉત્તર અને દક્ષિણ દિશામાં જઈ રહ્યા છે અને તેની ગતિ પ્રકાશની ગતિથી 60થી 160 ટકા જેટલી છે.

આ સંશોધનમાં ચંદ્ર ઓબ્જર્વેટરીના નવેમ્બર 2018 અને ફેબ્રુઆરી, મે, જૂન 2019નું અવલોકન છે. આ આંકડાને યૂનિવર્સિટી ડી પેરિસના મેથિલ્ડ એસ્પિનાસે નામના સંશોધનપત્રમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

સંશોધનકારોના મતે આ ખાસ પ્રકારની ઘટના છે જેમાં બ્લેકહોમાંથી સામગ્રી બહાર ફેકાઈ રહી છે. બ્લેક હોલમાંથી સામગ્રીનું બહાર નીકળવું એ સુપરલ્યુમિનલ ગતિનું ઉદાહરણ છે.

આ ઘટના ત્યારે બને છે જ્યારે પ્રકાશની ગતિએ પૃથ્વી તરફ કોઈ વસ્તુ આવે છે નાસાના મતે, આ ભ્રમણા તરફ દોરી જાય છે કે તે પ્રકાશ કરતાં ઝડપથી આવી રહ્યું છે.

Gujarat