For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાણો, યોગ પ્રચારક શમશાદ હૈદર પાકિસ્તાનનો બાબા રામદેવ કેવી રીતે બન્યો ?

,પાકિસ્તાનમાં રુઢિચૂસ્ત લોકોને પણ હેલ્થ માટે યોગા શીખવી રહયો છે.

અત્યાર સુધી 50 હજારથી વધુ પાકિસ્તાનીઓને યોગ શીખવ્યો છે

Updated: Jun 21st, 2022

Article Content Image

નવી દિલ્હી, 21 જૂન,2022,મંગળવાર 

પાકિસ્તાનમાં ચાલતા કટ્ટર ધાર્મિક માહોલ વચ્ચે છેલ્લા 15 વર્ષથી શમશાદ હૈદર યોગનો પ્રચાર અને પ્રસાર કરી રહયો છે. શમશાદ યોગના ક્ષેત્રમાં એટલું મોટું નામ છે કે તેને પાકિસ્તાનના બાબા રામદેવ તરીકે ઓળખવામાં આવે છે. પંજાબ પ્રાંતના શમશાદ હૈદરે પોતાની જાતને યોગ માટે સમર્પિત કરી દીધી છે. તે પાકિસ્તાનમાં જાહેર સ્થળોએ યોગ શીખવવાની કોઇ જ ફી વસૂલ કરતો નથી. 

જો કે તે યોગના પ્રાઇવેટ કોચિંગ કલાસ ફી લઇને ચલાવે છે. ઈસ્લામાબાદ, કરાચી, રાવલપિંડી અને લાહોરમાં તેને સેંકડો યુવાનોને યોગ તરફ વાળ્યા છે. હૈદરના યોગ કલાસમાં શ્વાસની બિમારીથી પીડાતી શુમેલા નામની એક છોકરી પણ આવતી તેને આ બિમારી મટી ગઇ હતી. બે વર્ષ પહેલા શુમેલાએ હૈદર સાથે લગ્ન કર્યા હતા. શુમેલાએ પણ પાકિસ્તાનમાં યોગના પ્રચાર-પ્રસારનું કામ કર્યુ છે.

Article Content Image

 1994માં હૈદર ભારતમાં આવીને યોગ શીખ્યો હતો. તેણે હિંદુઓના તીર્થસ્થળ હરિદ્વારની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત હૈદરે તિબેટ તથા નેપાળમાં ફરીને  પણ યોગ વિશે જાણકારી મેળવી હતી. 21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે પાકિસ્તાનમાં પણ હૈદરના પ્રયત્નોથી જ યોગનો મહિમા વધ્યો છે. હૈદર યોગને કોઇ ધર્મ સાથે જોડતો નથી કારણ કે યોગને કોઇ પણ ધર્મની વિચારસરણી સાથે સંબંધ ન હોવાથી તેનો બાધ હોઇ શકે નહી. 

પાકિસ્તાનમાં રુઢિચૂસ્ત લોકોને પણ હેલ્થ માટે યોગા શીખવી રહયો છે. શરુઆતના વર્ષોમા તેને ખૂબ સંઘર્ષ વેઠવો પડયો હતો. 2014માં હૈદરના કેટલાક મિત્રો દ્વારા શરુ કરવામાં આવેલું યોગ સેન્ટર રુઢિચૂસ્તોએ બાળી નાખ્યું હતું તેમ છતાં તે અડગ રહયો હતો. હૈદરે એક મનો ચિકિત્સકને પહેલી વાર યોગ શિખવીને તેના યોગ કાર્યની શરૃઆત કરી હતી. અત્યાર સુધી 50 હજારથી વધુ પાકિસ્તાનીઓને યોગ શીખવ્યો છે.

Article Content Image

તેમના વિદ્યાર્થીઓમાં કાઈમ અલી શાહ (સિંધના મુખ્ય પ્રધાન) અને ગુલામ મુસ્તફા ખાર (પંજાબના ભૂતપૂર્વ ગવર્નર) જેવા પાકિસ્તાની રાજકારણીઓનો સમાવેશ થાય છે.  હૈદરના યોગ ક્લાસમાં દાઢી ટોપી પહેરીને પણ મુસ્લિમો આવે છે. આ પાકિસ્તાની યોગ ગુરુ નિકમ અને યોગ ગુરૃ ગોએન્કા થી ખૂબજ પ્રભાવિત છે.  હૈદર માને છે કે યોગના પ્રાચિન ગુરૃ પતંજલીનો જન્મ મુલતાનમાં થયો હતો આથી મુલતાનવાસી હોવાનું ગૌરવ ધરાવે છે.  હૈદર યોગ શીખવે ત્યારે જરુરીયાત મુજબ અંગ્રેજી, ઉર્દુ,  હિન્દી,  પંજાબી, અરબી અને નેપાળી ભાષા બોલે છે. 

 

Gujarat