For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાહેરાતોમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ ઈટાલીમાં એપલને એક કરોડ યુરોનો દંડ

કંપનીએ શરતોમાં લિક્વિડ ડેમેજનું વળતર આપવાનો ઈનકાર કર્યો હતો

એપલે જાહેરાતોમાં આઈફોનના ઘણાં મોડેલ વોટરપ્રૂફ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ટેસ્ટિંગમાં અમુક મોડેલ નિષ્ફળ ગયા હતા

Updated: Dec 1st, 2020

Article Content Image
રોમ, તા. ૩૦
ઈટાલીના એન્ટીટ્રસ્ટ ઓથોરિટીએ એપલને એક કરોડ યુરોનો દંડ ફટકાર્યો હતો. કંપનીએ શરતોમાં લિક્વિડ ડેમેજનું વળતર આપવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ જાહેરાતોમાં આઈફોનના ઘણાં મોડેલ વોરટપ્રૂફ હોવાનો દાવો કર્યો હતો. આ વિરોધભાસને લઈને ઈટાલીએ કંપનીને દંડ કર્યો હતો.
ઈટાલીના એન્ટીટ્રસ્ટ ઓથોરિટીએ આઈફોન મેકર કંપની એપલને એક કરોડ યુરોનો દંડ કર્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે આઈફોનના ઘણાં મોડેલ્સ વોટરપ્રૂફ છે,  પરંતુ એમાંનાં ઘણાં મોડેલ્સ વોટરપ્રૂફ ટેસ્ટિંગમાં નિષ્ફળ નીવડયા હતા. ઈટાલીયન ઓથોરિટીએ કહ્યું હતું એ પ્રમાણે કંપનીએ શરતોના લિસ્ટમાં લિક્વિડ ડેમેજનું વળતર આપવાનો ઈનકાર કરતું સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું, પરંતુ જાહેરાતોમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરતો દાવો કર્યો હતો.
ઈટાલીયન ઓથોરિટીના કહેવા પ્રમાણે કંપનીએ અમુક ચોક્કસ સંજોગોમાં આઈફોન વોટરપ્રૂફ છે, અથવા તો અમુક સંજોગોમાં આઈફોનના અમુક મોડેલ્સ વોટરપ્રૂફની ક્ષમતા ધરાવે છે એવી સ્પષ્ટતા કરી ન હતી. કંપનીએ જાહેરાતોમાં સીધો વોટરપ્રૂફ હોવાનો દાવો જ રજૂ કરી દીધો હતો.
ઈટાલીમાં કંપનીની સામે ઘણા ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી હતી. કંપનીએ ગ્રાહકોના લિક્વિડમાં પડી ગયેલા આઈફોનને વોરંટી કવર આપ્યું ન હતું. ઘણાં ગ્રાહકોએ જાહેરાતો જોઈને એપલના ફોન ખરીદ્યા હતા, પરંતુ તેમણે છેતરાયાની લાગણી અનુભવી હતી. કંપનીએ પાણી સહિતના લિક્વિડમાં પડી ગયેલા ફોન મુદ્દે ગ્રાહકોને સહકાર આપ્યો ન હતો - એવી ફરિયાદ ઉઠયા પછી ઈટાલી સરકારે કંપનીને પાઠ ભણાવ્યો હતો.

Gujarat