For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈસાક હરઝોગે કહ્યું- ભારત અને ઇઝરાયેલ સાચા ભાગીદારો છે

બંને દેશ લોકતાંત્રિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ છે: ઈસાક હરઝોગે

Updated: Dec 2nd, 2022

Article Content Image

અમદાવાદ, તા. 2 ડીસેમ્બર 2022, શુક્રવાર 

ભારત અને ઈઝરાયેલ કુદરતી સાથી છે કારણ કે, તેઓ લોકશાહી આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધતાથી બંધાયેલા છે. જેના પર તેઓની સ્થાપના થઈ હતી. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હરઝોગે એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા ત્યારે આ ટિપ્પણી કરી હતી. તેમાં ભારતીય દેવી-દેવતાઓની મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ હરઝોગે ગુરુવારે સાંજે ઇઝરાયેલ મ્યુઝિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને 'બોડી ઓફ ફેઇથ, સ્કલ્પચર ફ્રોમ ધ નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયા' પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પ્રદર્શનને બંને દેશો વચ્ચે વધતી મિત્રતાનું પરિણામ ગણાવ્યું હતું. 

ઇઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હરઝોગે વધુમાં કહ્યુ કે ભારત અને ઈઝરાયેલ કુદરતી સાથી છે, આપણા બંને દેશોની સ્થાપના લોકતાંત્રિક આદર્શો પ્રત્યેની મૂળભૂત પ્રતિબદ્ધતા દ્વારા એક થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, સાંજ ભારતીય લોકોના સમૃદ્ધ ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું સન્માન કરે છે. ઈસાક હરઝોગે જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ભારત અને ઇઝરાયેલ વચ્ચેની વધતી જતી મિત્રતા અને કલા અને સંસ્કૃતિના ઊંડા પડઘોનું પ્રતિબિંબ છે. ઇઝરાયલ મ્યુઝિયમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ચોથી અને તેરમી સદી વચ્ચે બનેલી 14 ઉત્કૃષ્ટ ભારતીય શિલ્પો દર્શાવવામાં આવી છે.

Gujarat