For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈઝરાયેલેે ઉપગ્રહ સંચાલિત હથિયાર દ્વારા અમારા અણુ વિજ્ઞાાનીની હત્યા કરી : ઈરાન

- સ્પેસ વેપન્સનો કોઈની હત્યા માટે ઉપયોગ થયાનો સંભવતઃ પ્રથમ પ્રસંગ

- મોહસિન હત્યામાં જેમ્સ બૉન્ડ ફિલ્મ 'ગોલ્ડનઆઈ' જેવો ઘટનાક્રમ

Updated: Dec 1st, 2020

Article Content Image

તહેરાન, તા.૩૦

ઈરાનના સર્વોચ્ચ પરમાણુ વિજ્ઞાાની મોહસિન ફકરીઝાદેહની શુક્રવારે થયેલી હત્યામાં નવો વળાંક આવ્યો છે. શરૃઆતમાં ઈરાને ેકહ્યું હતું કે વિસ્ફોટ અને ગોળીબાર દ્વારા મોહસિનને મારી નાખવામાં આવ્યા હતા. હવે તપાસ પછી ઈરાની સુરક્ષા અધિકારીઓએ કહ્યુ હતું કે આ હત્યા ઉપગ્રહ સંચાલિત કોઈ હથિયાર દ્વારા કરવામાં આવી હતી. હત્યાના સ્થળેથી કેટલાક ઈઝરાયેલી બનાવટના હથિયારના અવશેષો મળ્યા હતા. ઈઝરાયેલ ઉપરાંત ઈરાને હાંકી કાઢેલા આતંકી સંગઠન મુઝાહિદ્દીન-એ-ખલ્કનો પણ આમા હાથ હોવાની શંકા ઈરાને વ્યક્ત કરી હતી.

ઈરાનના આ આક્ષેપ પછી જગતભરમાં ખળભળાટ મચ્યો છે. કેમ કે ઉપગ્રહ સંચાલિત હથિયાર (સેટેલાઈટ વેપન્સ) દ્વારા હત્યા કરવાનો આ સંભવતઃ પ્રથમ પ્રસંગ છે. આ ઘટના દ્વારા નવા સ્પેસ વૉરના મંડાણ થયા એમ કહી શકાય. ભવિષ્યના યુદ્ધો ઉપગ્રહો આધારીત હશે એવી અનેક ફિલ્મો અને વિજ્ઞાાનકથા તો સર્જાઈ છે, પરંતુ એ વાસ્તવિકતા આટલી ઝડપથી સાકાર થશે તેની કલ્પના ન હતી.

જેમ્સ બોન્ડ ફિલ્મ ગોલ્ડનઆઈમાં આ પ્રકારે ઉપગ્રહ સંચાલિત હથિયારની કથા રજૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં તો અવકાશી હથિયાર દ્વારા આખા લંડન શહેરને ઉડાવવાની કથા હતી. પરંતુ અત્યારે જો ઈઝરાયેલે કોઈ એક હત્યા માટે સેટેલાઈટ વેપન્સનો ઉપયોગ કર્યો હોય તો ભવિષ્યમાં તેનો ઉપયોગ વધે એની કોઈ નવાઈ નથી.

ચાલુ વર્ષેે જ રશિયાએ પણ પોતાના એક સેટેલાઈટને બીજા સેટેલાઈટ વડે તોડી પાડીને સ્પેસ વેપન્સનો સફળ પ્રયોગ કરી દેખાડયો હતો.

ઈરાનનો આક્ષેપ છે કે જે કોઈ હથિયારથી વિસ્ફોટ થયો એ હથિયાર સેટેલાઈટની મદદથી ક્યાંકથી રવાના કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો જોરે પુરેપુરું સમજી શક્યા નથી કે ક્યા પ્રકારના હથિયાર વડે વિસ્ફોટ થયો હતો. હથિયાર ક્યાંય દૂરથી આવ્યું કે પછી ત્યાં વિસ્ફોટ પામેલા ટ્રકમાં સંંતાડાયેલું હતું અને તેને સેટેલાઈટ દ્વારા ઓપરેટ  કરવામાં આવ્યું હતું એ પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.

Gujarat