For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકામાં ટેલી માર્કેટિંગથી છેતરપિંડી કરનાર ભારતીયને બે વર્ષની જેલ

- પાંચ હજાર ડોલર પરત આપવા પડશે

- મનીષ કુમાર 24 ઓગસ્ટ,2019ના રોજ ભારતથી ન્યુયોર્ક પરત આવતા જ પકડી લેવાયો

Updated: Feb 14th, 2021

Article Content Image

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 14 ફેબ્રૂઆરી, 2021, રવિવાર

ટેલીમાર્કેટિંગમાં ખુબ જ અગત્યની ભૂમિકા ભજવનાર 32 વર્ષના એક ભારતીય નાગરિકને  બે વર્ષની ફેડરલ જેલની સજા કરાઇ હતી, એમ જસ્ટિસ ડીપાર્ટમેન્ટે કહ્યું હતું. 24 ઓગસ્ટ,2019ના રોજ  મનીશ કુમાર ભારતથી આવતા જ ન્યુયોર્ક સિટીમાંથી તેને પકડી લેવામાં આવ્યો હતો અને ફેડરલ કસ્ટડીનો ઓર્ડર કરાયો હતો.

તેણે પાંચ નવેમ્બર,2020ના રોજ વાયર ફ્રોડ કરવાના ષડયંત્રની  અને લોકોની ઓળખની ચોરી કરવાની કબુલાત કરી હતી. તેને ફેડરલ જેલમાં 24 મહિનાની સજા ફટકારવામાં આવી હતી અને ત્યાર પછી ત્રણ વર્ષના જામીન મળશે તેમજ પાંચ હજાર ડોલર પરત આપવા પડશે.

તપાસના ભાગરૂપે, એફબીઆઇ છેતરપીંડી કરીને ભેગા કરેલા પૈસા મેળવી શકી હતી જે એજન્સીએ સીધા જ ભોગ બનેલાઓને આપી દીધા હતા. કુમારે અગાઉ કોર્ટમાં એવી કબુલાત કરી હતી કે  તેણે ભારતમાં કોલ સેન્ટરમાં ટેલીફોન કોલ્સ ડાયરેક્ટ કર્યા હતા અને તેમના કોમ્પ્યુટરમાં માલવેર હોવાનું કહી તેમની સાથે છેતરપીંડી કરી હતી.

એટલું જ નહીં કોલ સેન્ટર ઓપરેટર પાસેથી જ કોમ્પ્યુટરની રક્ષા માટે સોફટવેર ખરીદવા ફરજ પાડી હતી. કોલ સેન્ટર વાળા એમ કહેતા હતા કે  તમારા કોમ્પ્યુટરમાં માલવેર શોધી કઢાયો હતો જેને દૂર કરવા તમારે પેમેન્ટની માહિતી આપવી પડશે. જો કે વાસ્તવમાં આ ચીટરો ક્યારે પણ માલવેર આપતા ન હતા.' સ્કીમના ભાગરૂપે,જેમને ગેરમાર્ગે દોર્યા હતા.

તેમને ફરીથી કોલ સેન્ટરો દ્વારા ભોગ બનાવવામાં આવતા અને એમ કહેવામાં આવતું કે હવે તમને પૈસા પાછા મળશે, જો કે તેઓ ક્યારે પણ રકમ આપતા ન હતા બલકે રિપેરના નામે પૈસા પડાવતા હતા'એમ જસ્ટિસ ડીપાર્ટમેન્ટે કહ્યું હતું.

Gujarat