POK પર ભારતીય સેનાના નિવેદનથી મચ્યો ખળભળાટ, પાકિસ્તાની સેનાની સામે આવી પ્રતિક્રિયા

આતંકવાદીઓ તેમના મનસૂબામાં ક્યારેય સફળ નહીં થાય: ઉપેન્દ્ર દ્વિવેદી

ઈસ્લામાબાદ,તા.24 નવેમ્બર-2022, ગુરુવાર

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ભારતીય સેનાના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ નિવેદન પર હવે પાકિસ્તાની સેનાની પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ ટ્વીટ કર્યું છે કે, ભારતીય સેનાના મંતવ્યો તેમની સ્થાનિક રાજનીતિ સાથે સુસંગત છે અને તેઓ આપણું ધ્યાન કહેવાતા લોન્ચ-પેડ અને આતંકવાદીઓના પાયાવિહોણા આરોપોથી હટાવવા માંગે છે. પાકિસ્તાનનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા માનવાધિકારના ઉલ્લંઘન પરથી ધ્યાન હટાવવા માટે ભારત દ્વારા આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ISPR દ્વારા શ્રેણીબદ્ધ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, આઝાદ જમ્મુ-કાશ્મીર વિશે ભારતીય સેનાની ચિંતાઓ પાયાવિહોણી છે. DG ISPRએ કહ્યું, "ભારતીય સૈન્ય અધિકારીના ઉંચા દાવાઓ અને વાસ્તવિક મહત્વાકાંક્ષાઓ બૌદ્ધિક રીતે આક્રોશજનક છે. પાકિસ્તાન આર્મી ગણનાપાત્ર છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સમર્થક છે. શાંતિની આ ઈચ્છા આપણા ક્ષેત્ર સામે કોઈપણ દુ:સાહસ અથવા આક્રમણને અટકાવશે. અમારી ક્ષમતા અને નિષ્ફળ થવાની તૈયારી સાથે મેળ ખાય છે." ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, આતંકવાદીઓ તેમના મનસૂબામાં ક્યારેય સફળ નહીં થાય. POKના વિષય પર સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આમાં કંઈ નવું નથી. તે સંસદના ઠરાવનો ભાગ છે. ભારતીય સેના સરકારના દરેક આદેશ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ સરકાર આદેશ આપશે. ત્યારે, સેના સંપૂર્ણ તૈયારી સાથે POKને પરત લેવા માટે આગળ વધશે. તેમણે એમ પણ કહ્યું કે, સેના હંમેશા એ સુનિશ્ચિત કરવા માટે તૈયાર છે કે, યુદ્ધવિરામ પરની સમજૂતી ક્યારેય તોડવામાં નહીં આવે કારણ કે, તે બંને દેશોના હિતમાં છે. પરંતુ, જો તે તોડવામાં આવશે. તો તેને યોગ્ય જવાબ મળશે. 27 ઓક્ટોબરે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત POKમાં કાશ્મીરીઓનું દર્દ અનુભવે છે. કાશ્મીરમાં વિકાસ શરૂ થઈ ગયો છે અને હવે ભારતને ગિલગિટ બાલ્ટિસ્તાન પહોંચતા કોઈ રોકી શકશે નહીં.

City News

Sports

RECENT NEWS