For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગલવાન હિંસા માટે ચીન નહીં ભારત જવાબદાર, જવાબદાર સૈનિકો સામે કાર્યવાહી કરે: ચીની રાજદૂત

Updated: Aug 14th, 2020

Article Content Image
- ચીને ગલવાન હિંસા માટે દોષનો ટોપલો ભારત પર ઢોળ્યો


બીજિંગ, તા. 14 ઓગસ્ટ 2020, શુક્રવાર

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ગાલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે બે મહિના પહેલાં હિંસક ઝઘડા પછી વાટાઘાટોના અનેક તબક્કા થયા છે. પરંતુ આ સંબંધ સામાન્ય નથી. દરમિયાન, ચીને 15 જૂને હિંસક અથડામણમાં માર્યા ગયેલા 20 ભારતીય જવાનોના મામલામાં સઘન તપાસ કરવા જણાવ્યું છે.

ચીન વતી ભારતમાં ચીની દૂતાવાસ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા માસિક સામયિક, ચાઇના-ઇન્ડિયા રિવ્યુના જુલાઈના અંકમાં એવું કહેવામાં આવ્યું છે કે 15 જૂને, ભારતે ગાલવાનમાં સંઘર્ષ દરમિયાન માર્યા ગયેલા 20 ભારતીય સૈનિકોના મામલામાં સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.

સામયિકે જણાવ્યું હતું કે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ તેમના ભારતીય સમકક્ષ વિદેશ પ્રધાન એસ જયશંકરને પણ આ અંગે વિનંતી કરી હતી જ્યારે બંને નેતાઓએ 17 જૂને ફોન પર વાત કરી હતી. 

વાતચીત દરમિયાન ચીને ‘ઉલ્લંઘન કરનારાઓને પકડવા’ અને ‘સરહદ પર (ભારતીય) સૈન્યને સખત શિસ્તમાં રહેવા તેમજ સંઘર્ષ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. સામયિક અનુસાર, ચીન વતી એવું કહેવામાં આવ્યું હતું કે અમે ભારતીય પક્ષને સમગ્ર મામલાની તપાસ કરવા, ઉલ્લંઘન કરનારાઓને જવાબદાર ઠેરવવાની સાથે સરહદ પર ફરજ નિભાવતા સૈનિકોને સખત શિસ્તનું પાલન કરવા માટે ભારતને સલાહ આપી છે. આ સાથે તમામ ભડકાઉકૃત્યો બંધ કરવા જણાવ્યું છે. આમ ચોર કોટવાળને દંડે એમ ચીને દોષનો ટોપલો ભારત પર ઢોળ્યો છે. ગલવાનની હિંસામાં ભારતને જવાબદાર ગણી સરકારને સલાહ આપી છે કે જવાબદાર સૈનિકો સામે કાર્યવાહી કરો. આ હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયા છે.

વળી, ચીની દૂતાવાસે જાહેર કરેલા જુલાઈના અંકમાં એ પણ જણાવ્યું છે “દરેક સંબંધોમાં પરિસ્થિતિ ઉપર અને નીચે જાય છે, તાજેતરના સરહદ વિવાદને કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધો બગડવા ન જોઈએ.” બંને દેશોના વડાઓએ જે વિઝન રાખ્યું છે તેઓએ તે પર આગળ વધવું જોઈએ. કોરોના સંકટ વચ્ચે મે મહિનામાં થયેલા વિવાદ પછી જૂન મહિનામાં બંને દેશોની સૈન્ય વચ્ચે ગેલવાન ખીણમાં હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. આ ઘટના પછી, બંને દેશોમાં તણાવ વધ્યો, હજારો સૈનિકો સરહદ પર તૈનાત થયા.

Gujarat