For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રૂડ પછી ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં કોલસો પણ ખરીદી રહ્યું છે

રશિયા કોલસા પર ૩૦ ટકા વળતર આપી રહ્યું છે

બુધવાર સુધીના છેલ્લા ૨૦ દિવસોમાં ભારતે રશિયા પાસેથી ૩૩.૧૧૭ કરોડ ડોલરનો કોલસો ખરીદ્યો

Updated: Jun 19th, 2022

નવી દિલ્હી, તા. ૧૯

નવી દિલ્હી, તા. ૧૯

ક્રૂડ ઓઇલ પછી ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં કોલસાની ખરીદી પણ શરૃ કરી દીધી છે. યુક્રેન પર હુમલા પછી રશિયા પર લાગેલા આર્થિક પ્રતિબંધ છતાં ભારતમાં રશિયન કોલસાની ખરીદી વધી છે. રશિયાના વેપારી કોલસા પર ૩૦ ટકા સુધીનું વળતર આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રશિયાએ એપ્રિલમાં યુરોપિયન સંઘના કોલસા પર વ્યાપક પ્રિબંધોનીવિરુદ્ધ  ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેમના નિર્ણયો ઉંધા પડશે કારણકે રશિયાનું ઇંધણ અન્ય બજાર તરફ મોકલી દેવામાં આવશે.

રશિયાની સાથે યુરોપિયન યુનિયનનો વેપાર બંધ થવાનો ફાયદો ભારતીય વેપારીઓ ઉઠાવી રહ્યાં છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ હોવા છતાં મોટા પ્રમાણમાં રશિયા પાસેથી કોલસો ખરીદવામાં આવી રહ્યો છે.

એક અહેવાલ અનુસાર ગત બુધવાર સુધીના છેલ્લા ૨૦ દિવસોમાં ૩૩.૧૧૭ કરોડ ડોલરનો કોલસો ખરીદવામાં આવ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખમાણીમાં છ ગણું વધારે છે. આવી જ રીતે ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ પણ મોટા પ્રમાણમાં ખરીદ્યું છે. ગત બુધવાર સુધીના છેલ્લા ૨૦ દિવસોમાં રશિયા પાસેથી ૨૨.૨૨ લાખ ડોલરનું ઓઇલ ખરીદ્યું છે.જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૩૧ ગણું વધારે છે.

બીજી તરફ રશિયા પણ ભારતીય રૃપિયા અને યુએઇના ચલણ દિરહમમાં પેમેન્ટ સ્વીકારી રહ્યું છે.

Gujarat