For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પૃથ્વી ઉપર વધતું જોખમ : એન્ટાર્કટિકાના આકાશમાં ઓઝોનના પડમાં નવું ગાબડું પડયું

- સૂર્યકિરણો ઓઝોનમાંથી ચળાઈને ન આવે તો માણસને અનેક રોગોની શક્યતા

- સેટેલાઈટ ઈમેજના આધારે યુરોપિયન સ્પેસ એજન્સીનો અહેવાલ

Updated: Apr 9th, 2020

Article Content Image

- ઉત્તર ધ્રુવના આકાશમાં પહેલી વખત ઓઝોનના સ્તરમાં ગાબડું જોવા મળતાં ચિંતા વધી

લંડન, તા. 9 એપ્રિલ 2020, ગુરૂવાર

એન્ટાર્કટિકામાં ઓઝોનના સ્તરમાં ગાબડું સતત નાનું-મોટું થતું હોવાના અહેવાલો આવતા રહે છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ સેટેલાઈટ ડેટાના આધારે જે અહેવાલ આપ્યો છે તે ચોંકાવનારો છે. કારણ કે વિજ્ઞાાનિકોના દાવા પ્રમાણે એન્ટાર્કટિકાના આકાશમાં નવું ગાબડું પણ જોવા મળ્યું છે.

યુરોપિયન સ્પેસ એજન્સીએ કોપરનિક્સ સેન્ટીનલ ૫-પી સેટેલાઈટના ડેટાનો અભ્યાસ કર્યો હતો. એમાં જણાયું હતું કે એન્ટાર્કટિકામાં ઓઝોન વાયુના પડમાં ગાબડું વધ્યું છે. એમાંય ઉત્તર ધ્રુવના આકાશમાં એક મોટું ગાબડું જોવા મળ્યું હતું. આકાશમાં ૧૦ લાખ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ગાબડું પડયું હોવાનો અંદાજ છે.

વિજ્ઞાાનિકોના મતે આ વખતે ગાબડું પડવાનું કારણ સતત બદલાઈ રહેલું વાતાવરણ છે. ક્લાઈમેટ ચેન્જની આડઅસરથી આ ગાબડું પડયું હોવાનો અંદાજ છે. અગાઉ એન્ટાર્કટિકાના આકાશમાં નાના-નાના અસંખ્ય ગાબડાં જોવા મળ્યા હતા. પછી અમુક સમયે એ ઓછાં થતાં હોવાના અહેવાલો પણ આવતા રહે છે. છેલ્લાં એક-બે વર્ષથી એન્ટાર્કટિકાના ગાબડામાં સુધારો થયો છે.

આપણાં વાયુમંડળના નીચલા હિસ્સામાં મોટા જથ્થામાં ઓઝોન વાયુ મળે છે. એને ઓઝોન સ્તર પણ કહે છે. સૂર્યકિરણો આ ઓઝોનમાંથી ગળાઈને આવે છે. જો ઓઝોનના પડમાંથી સૂર્યકિરણો ચળાતા ન હોય અને સીધા માનવ શરીરને સ્પર્શે તો ચામડી અને આંખના રોગો વધી શકે છે. ખાસ તો ચામડીના કેન્સરની શક્યતા વધી જાય છે. ઓઝોન વાયુનું પડ માનવ શરીરનું રક્ષણ કરે છે. જો એમાં ગાબડું પડે તો પૃથ્વી ઉપર જોખમ વધી શકે છે.

Gujarat