For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુએઈમાં ત્રણ ભારતીય ડ્રાઈવરો રાતોરાત કરોડપતિ : 38 કરોડની લોટરી લાગી!

- કોરોનાના કારણે ત્રણેય ડ્રાઈવરો બેકાર બન્યા હતા ત્યારે જ કિસ્મત ચમકી

Updated: Apr 5th, 2020

Article Content Image

- કેરળના કોરોથન નામના વ્યક્તિએ બે મિત્રો એસ બાલકૃષ્ણ અને શાહજહા સાથે ભાગીદારી કરીને ઓનલાઈન લોટરીની ટિકિટ ખરીદી હતી : ત્રણેક ભેગા મળીને ટ્રાવેલ કંપની ચાલુ કરશે

નવી દિલ્હી, તા. 5 એપ્રિલ 2020, રવિવાર

સંયુક્ત આરબ અમીરાતમાં ત્રણ ભારતીય ડ્રાઈવરોની કિસ્મત રાતોરાત ચમકી ગઈ હતી. કોરોનાના કારણે બેકાર બની ગયેલા ડ્રાઈવરોને લોટરી લાગી જતાં રાતોરાત કરોડપતિ બની ગયા હતા. હવે ત્રણે મળીને ટ્રાવેલ કંપની ચાલુ કરશે.

સંયુક્ત આરબ અમીરાતમાં સામાન્ય રીતે જે રીતે માસિક લોટરી ચાલતી હોય છે એના બદલે ઓનલાઈન  વેચાણ કરીને લોટરી વેંચવામાં આવી રહી છે. મૂળ કેરળના અને છેલ્લાં ૧૫ વર્ષથી યુએઈમાં રહેતા જિજેશ કોરોથને તેના બે મિત્રો એસ. બાલકૃષ્ણ અને શાહજહા કુટ્ટિકટિલ સાથે મળીને એક લોટરીની ટિકિટ ખરીદી હતી.

ટિકિટ આ ત્રણેયને બરાબર ફળી હતી અને ૫૦ લાખ ડોલર એટલે કે અંદાજે ૩૮ કરોડ રૂપિયાનો માસિક જેકપોટ લાગ્યો હતો. આ ત્રણેય ભારતીયો યુએઈમાં ડ્રાઈવિંગ કરે છે અને ટેક્સી ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. કોરોથને કહ્યું હતું કે કોરોનાના કારણે અત્યારે બધું જ બંધ છે. બેકારી આવી ગઈ છે અને લોનથી લીધેલી ટેક્સીનો હપ્તો પણ ભરી શકાતો નથી.

એવી વિકટ સ્થિતિમાં કિસ્મતે સાથ આપ્યો હતો. હવે આ રકમમાંથી ત્રણેય અમુક હિસ્સો ખર્ચીને ટ્રાવેલ કંપની ચાલુ કરશે. વળી, કોરોથન ટેક્સીની બધી જ રકમ ભરપાઈ કરી દેશે અને થોડોક હિસ્સો દીકરીના અભ્યાસ પાછળ ખર્ચશે.

કોરોનાના કારણે ત્રણેયના ધંધા ઠપ થઈ ચૂક્યા હતા. ત્રણેય ડ્રાઈવરો પરિવાર સાથે સ્વદેશ ભારત પાછા ફરવાનું વિચારી રહ્યા હતા ત્યાં આ લોટરી લાગી જતાં ત્રણેયનું ભવિષ્ય બદલી ગયું છે.

Gujarat