For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીનની સમુદ્રી દાદાગીરી વધતા ઑસ્ટ્રેલિયા સંરક્ષણ પાછળ 280 અબજ ડૉલર ખર્ચશે

- હિન્દ મહાસાગરનો વધુ એક દેશ ચીન સામે શિંગડા ભરાવશે

- લોન્ગ રેન્જ અને હાઇપરસોનિક મિસાઈલ ખરીદશે

Updated: Jul 1st, 2020

Article Content Image

(પીટીઆઈ) મેલબોર્ન, તા. 1 જુલાઈ 2020, બુધવાર

ચીનની વધતી દાદાગીરીને ધ્યાનમાં રાખીને ઑસ્ટ્રેલિયાએ સંરક્ષણ પાછળ જંગી ખર્ચ કરવાનો નિર્ધાર કર્યો છે. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસે કહ્યું હતુંકે ઈન્ડો-પેસેફિક વિસ્તારમાં ચીનને પહોંચી વળવા લશ્કરનું આધુનિકીકરણ જરૂરી છે. એે માટે ચીન આગામી દાયકામાં ૨૮૦ અબજ ઑસ્ટ્રેલિયન ડૉલર (૧૮૮અબજ ઑસ્ટ્રેલિયન ડૉલર) ખર્ચશે. ઑસ્ટ્રેલિયા પોતાના હિતો જાળવવા માટે આ નિર્ણય લઈ રહ્યું હોવાનું પણ મોરિસે જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ભૂગોળ પ્રમાણે ભારતથી લઈને દક્ષિણે ઑસ્ટ્રેલિયા અને ઉત્તરમાં જાપાન-ચીન સુધીનો વિસ્તાર ઈન્ડો-પેસિફિક રિજન કહેવાય છે, કેમ કે હિન્દ અને પેસેફિક બન્ને મહાસાગર અહીં ભેગા થાય છે. ચીન આ સમુદ્રી વિસ્તારમાં પોતાની વગ અને ગેરકાયદેસર કબજો વિસ્તારી રહ્યું છે. ઑસ્ટ્રેલિયા ચીનથી ભૌગોલિક રીતે સાતેક હજાર કિલોમીટર દૂર છે.પરંતુ  ચીનની વધતી દાદાગીરી રોકવા આ ક્ષેત્રના આગેવાન  રાષ્ટ્ર તરીકે ઑસ્ટ્રેલિયાએ સક્રિય થવું જરૂરી છે. 

ઑસ્ટ્રેલિયા આ જંગી બજેટમાંથી લોન્ગ રેન્જ મિસાઈલ, હાયપરસોનિક મિસાઈલ્સ, નૌકા સૈનિકો માટે નવી શસ્ત્ર-સામગ્રી વગેરે પાછળ ખર્ચશે. મોરિસે કહ્યું હતું કે આ વિસ્તારમાં ભારત, જાપાન, ઈન્ડોનેશિયા વગેરે દેશો ચીનની દાદાગીરીને જવાબ આપી જ રહ્યા છે. એવો જ જવાબ  હવે  ઑસ્ટ્રેલિયા પણ આપે એ જરૂરી છે.

Gujarat