For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની પાછા ફરશે, તાલિબાન સરકારમાં જોડાય તેવી અટકળો

Updated: Aug 29th, 2021


નવી દિલ્હી,તા.29.ઓગસ્ટ,2021

તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબ્જો થયો ત્યારે દેશ છોડીને ભાગી ચુકેલા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની પાછા ફરી રહ્યા હોવાના અહેવાલો વહેતા થયા છે.

સૂત્રોનુ કહેવુ છે કે, અશરફ ગની અફઘાનિસ્તાન પાછા ફરવાની સાથે સાથે તાલિબાનની નવી સરકારમાં સામેલ પણ થઈ શકે છે.તાલિબાને 15 ઓગસ્ટના દિવસે કાબુલમાં પ્રવેશ કર્યો હતો અને દેશ પર નિયંત્રણ જમાવ્યુ હતુ.

એ પછી તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને રવાના થયા હતા.તેમના વિમાનને તાજાકિસ્તાને લેન્ડિંગ કરવાની પરવાનગી આપી નહોતી અને તેઓ આખરે યુએઈ પહોંચ્યા હતા.હાલમાં તેમને અને તેમના પરિવારને યુએઈમાં શરણ આપવામાં આવ્યુ છે.

ગનીના આ રીતે દેશ છોડી દેવાથી આમ જનતામાં પણ નારાજગી છે.તેમનુ કહેવુ છે કે, મુશ્કેલીમાં તેઓ લોકોને સાથ આપવાની જગ્યાએ દેશ છોડીને ભાગી ગયા હતા.જોકે ગનીએ તેનો ખુલાસો કરતા કહ્યુ હતુ કે ,હું દેશમાં રોકાયો હોય તો લોહી રેડાત ,તેના કારણે મેં દેશ છોડવાનુ પસંદ કર્યુ હતુ.

Gujarat