For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધનએ માત્ર અફવા

Updated: Jun 10th, 2022

Article Content Image

અમદાવાદ,10 જૂન 2022, શુક્રવાર

પાકિસ્તાનની રાજનીતિને એક નવા જ આયામ પર લઈ જનારા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું મૃત્યુ થયું છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના પૂર્વ પીએમ બિમાર હતા અને વિદેશમાં સારવાર લઈ રહ્યાં છે. હવે મળતી માહિતી પ્રમાણે તેમની તબિયત નાજુક છે અને હોસ્પિટલમાં વેન્ટીલેટર પર છે.

ભારત સામે કારગિલ યુદ્ધ માટે જવાબદાર ગણાતા અને પાકિસ્તાનની રાજનીતિને એક નવા જ આયામ પર લઈ જનારા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું મૃત્યુ થયું છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનના પૂર્વ પીએમ બિમાર હતા અને વિદેશમાં સારવાર લઈ રહ્યાં છે.

પાકિસ્તાનના વક્ત ન્યૂઝના અહેવાલ અનુસાર ભૂતપૂર્વ પાકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફનું અવસાન થયું છે. ગઈકાલે તેમની હાલત વધુ ખરાબ થતા હોસ્પિટલમાં વેન્ટીલેટર પર છે.

Article Content Image

નવાઝ શરીફ પાસેથી સત્તા આંચકીને વર્ષ 2001થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિપદે હતા. આ અગાઉ તેઓ દેશના આર્મી ચીફ પણ રહી ચૂક્યાં છે અને આર્મીના વડા તરીકે જ તેમને ભારત સામેના કારગીર યુદ્ધ માટે સૌથી જવાબદાર વ્યકતિ માનવામાં આવે છે.

જોકે પાકિસ્તાનના અમુક પત્રકાર સમૂહનું માનવું છે કે, માર્ચ, 2016થી દુબઈ સ્થિત થયેલ મુશર્રફની તબિયત નાદુરસ્ત છે પરંતુ તેમના નિધનના અહેવાલ ખોટા છે. તેઓ હાલ દુબઈની હોસ્પિટલમાં નહિ પરંતુ ઘરે વેન્ટીલેટર પર છે.

મુશર્રફને મળી છે ફાંસીની સજા :

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આવી સજા સંભળાવી હતી. 3 નવેમ્બર, 2007ના રોજ દેશમાં કટોકટી લાદવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

Gujarat