For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇસ ૧૯૦૭માં વર્જિનિયાની ખાણ દુર્ધટના જે ફાધર ડે નું નિમિત્ત બની હતી, જાણો ફાધર ડે નો ઇતિહાસ

૫ જુલાઇ ૧૯૦૮ના રોજ દીકરી કલેટને સ્વ પિતાને અંજલી આપી હતી

વર્ષો સુધી ફાધર ડે ની આ ઘટના અને ઉજવણી ભૂલાઇ ગઇ હતી

Updated: Jun 19th, 2022

Article Content Image

ન્યુયોર્ક, 19 જુન,2022,રવીવાર 

દુનિયામાં પિતાનું સન્માન કરવા માટે ફાધર ડે ની જુન મહિનાના ત્રીજા રવીવારે ઉજવાય છે.ભાગદોડભરી જિંદગીમાં પિતાને પોતાના પરીવાર માટે સમય મળતો નથી ત્યારે ફાધર ડેનું મહત્વ ખૂબજ વધી જાય છે.આધુનિક જમાનામાં ફાધર ડે ની શરુઆત ૫ જુલાઇ ૧૯૦૮ના રોજ ગ્રેસ  ક્લેટન નામની મહિલાએ કરી હતી.

૬ ડિસેમ્બર ૧૯૦૭માં મોનોનગાહ ખાતે ની ખાણ દુર્ઘટનામાં ૩૬૧ વ્યકિતઓના મરણ થયા જેમાંથી ૨૫૦ વ્યકિતઓ સંતાનોના પિતા પણ હતા.આ દુર્ઘટનામાં  ગ્રેસે  કલેટને પણ પોતાના પિતા ગુમાવ્યા હતા.પિતાવિહોણી થઇ ગયેલી  ગ્રેસે કલેટેને વર્જિનિયા ખાતેના વિલિયમ મેમોરિયલ મેથોડિસ્ટ ચર્ચના પેસ્ટર રોબર્ટ થોમસ સમક્ષ ખાણ  દુર્ઘટનામાં દિવંગત થયેલા પોતાના અને બીજાના તમામ પિતાઓના સ્મૃતિ સન્માન અર્થે શ્રઘ્ધાંજલી આપવાની દરખાસ્ત મુકી હતી.

Article Content Image

આ માટે ગ્રેસે તેના પિતાના જન્મ દિવસની સૌથી નજીકના રવીવારને પસંદ કર્યો હતો. ગ્રેસે મધર ડેની ઉજવણીના પ્રણેતા અન્ના જાર્વિસના પ્રયત્નોથી અને ઝુંબેશથી પ્રભાવિત થઇને ફાધર ડે શરુ કરવાની પ્રેરણા લીધી હતી. જો કે કમનસીબે આ ઇવેન્ટની વેસ્ટ વર્જિનીયા રાજયમાં કોઇ જાહેર નોંધ લેવામાં ન આવતા તે ફરીથી ઉજવાયો ન હતો. આ ઘટનાના બે વર્ષ બાદ વોશિંગ્ટનમાં સ્પોકેન ખાતે સોનોરા ડોડ નામની એક મહિલાએ સ્વતંત્ર રીતે ફાધર ડે ની ઉજવણી શરુ કરી હતી,

જે પોતે પણ અન્ના જાર્વિસના મધર ડેથી પ્રભાવિત હતી. જો કે ત્યાર બાદ દાયકાઓ સુધી ફાધર ડે ની આ ઘટના અને ઉજવણી ભૂલાઇ ગઇ હતી પરંતુ ઇસ ૧૯૭૨માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ રિચાર્ડ નિકસન ફાધર ડે મનાવવાની રાષ્ટ્રીય ઘોષણા કરી હતી.આથી આ રીતે ફાધર ડે ની ઉજવણીના વારસાને જીવંત કર્યો હતો. હવે આ દિવસની ઉજવણી નિયમિત રીતે ફેરમોન્ટના સેન્ટ્રલ યુનાઇટેડના મેથોડિસ્ટ ચર્ચમાં દર વર્ષે ઉજવાય છે.જે ૧૯૦૮માં પ્રથમ ફાધર ડે ની ફેરમોન્ટમાં થયેલી ઉજવણીની યાદ અપાવે છે.


Gujarat