For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓસ્ટ્રિયામાં હિમસ્ખલનથી હાહાકાર, આઠ લોકોએ ગુમાવ્યા જીવ

હિમપ્રપાત પછી એક દિવસમાં ભારે બરફના કારણે સાત સ્કીઅર્સ માર્યા જાય છે

Updated: Feb 6th, 2023

Article Content Image

Image: pixabay



આ સપ્તાહના અંતે ઓસ્ટ્રિયામાં હિમસ્ખલનમાં ઓછામાં ઓછા આઠ લોકોએ તેના જીવ ગુમાવ્યા હતા. અહેવાલ મુજબ, પોલીસે જે લોકોએ જીવ ગુમાવ્યા તે લોકોના મૃત્યુની જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વેકેશનના દિવસોમાં ત્યાંની ફરવા લાયક જગ્યા વિયેનામાં સ્કી રિસોર્ટ ઘણા લોકો જતા હોય છે. રિપોર્ટ અનુસાર, ટાયરોલ અને વોરાર્લબર્ગ ક્ષેત્રના અધિકારીઓએ કહ્યું છે કે પવન અને હિમવર્ષાના કારણે  હિમસ્ખલનનું જોખમ વધારે છે.

સાત હેલિકોપ્ટર દ્વારા બચાવની કામગીરી કાર્ય હાથ ધરાયું 
હિમસ્ખલનના એક દિવસ પછી ભારે બરફથી સાત સ્કીઅર્સના પણ જીવ ગુમાવ્યા  હતા. તે લોકોને શોધવા માટે ઓછામાં ઓછા 200 લોકો, સાત હેલિકોપ્ટર અને હિમ સ્વાનનો સહારો લઇ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન ચાર લોકો ઘાયલ મળી આવ્યા હતા. અહેવાલ મુજબ, અન્ય છ લોકો પાછળથી મળી આવ્યા હતા.

Gujarat