For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આફ્રિકામાં ઇબોલાએ ફરી માથું ઉંચક્યું ગુયેનામાં આઠ કેસ, ત્રણનાં મોત

- 2016માં વાઇરસ શમ્યા બાદ ફરી કેસ નોંધાયા

- ઇબોલાના સંક્રમણથી એક નર્સનું મોત : નર્સની અંતિમ ક્રિયામાં સામેલ થનારા આઠમાં ઇબોલાના લક્ષણો

Updated: Feb 14th, 2021

Article Content Image

2013માં ગુયેનાથી જ ઇબોલાની શરૂઆત થઇ હતી અને પશ્ચિમ આફ્રિકામાં 11,300નાં મોત થયા હતા

કોનાક્રી, તા. 14 ફેબ્રૂઆરી, 2021, રવિવાર

વિશ્વએ 2013 અને 2014માં જોયેલા સૌથી ભયાનક મહામારી પૈકીની એક ઇબોલા વાઇરસે આફ્રિકા ખંડમાં ફરી દેખા દીધી છે. આફ્રિકન દેશ ગુયેનામાં ઇબોલાના કારણે અત્યાર સુધીમાં આઠ કેસ નોંધાયા છે, જે પૈકી ત્રણના મૃત્યુ થયા છે.

આ ત્રણ મૃત્યુમાં એક નર્સનો પણ સમાવેશ થાય છે. નર્સની દફનિવિધિમાં સામેલ થનારા આઠ વ્યક્તિમાં ઇબોલાના પ્રાથમિક લક્ષણો દેખાતા તેમને સારવાર અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વર્ષ 2013માં ગુયેનામાં જ ઇબોલાનો પ્રથમ કેસ નો ંધાયો હતો અને 2016 સુધી અહીં ઇબોલાના કારણે મોત  નોંધાતા રહ્યા હતા. ફરી અહીં ઇબોલાના કારણે ત્રણ મોત નોંધાયા છે, જે પૈકી એક નર્સ છે.

આ નર્સની દફનિવિધિમાં જનારા પાંચ વ્યક્તિમાં પણ ઇબોલાના લક્ષણો જણાયા છે. ઝાડા-ઉલટી અને બ્લીડીંગ વધી જવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુયેનાના સ્વાસ્થય  મંત્રી રેમી લમાહનું કહેવું છે કે ઇબોલાના સંક્રમિતોના સંપર્કમાં આવનારા વ્યક્તિઓના ટેસ્ટિંગનો અત્યારે બીજો તબક્કો ચાલી રહ્યો છે.

આ મુદ્દે જરૂર જણાશે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય સંસ્થાઓનો સંપર્ક કરી રસી સહિતની સુવિધાઓ માટે મદદ માગવામાં આવશે. માલી, સેનેગલ, સિયારાલિયોન અને લાઇબેરિયા સહિતના ગુયેનાના પાડોશી રાષ્ટ્રોએ પણ અત્યારે એલર્ટ જારી કરી વિવિધ આયોજનો અમલમાં મૂક્યા છે.

Gujarat