For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરીકામાં રવિવારથી TikTok અને WeChat એપ પર પ્રતિબંધ

Updated: Sep 18th, 2020

Article Content Image

નવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

અમેરીકામાં ચાઈનિઝ એપ TikTok અને WeChat પર રવિવારથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેને લઈને ટ્રમ્પ સરકારે આદેશ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર ચાઈનિઝ મોબાઈલ એપ TikTok અને WeChat પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. રવિવારથી આ બંન્ને એપ અમેરીકામાં ડાઉનલોડ નહી કરી શકાશે.

રિપોર્ટ પ્રમાણે અમેરીકન અધિકારીઓએ  શુક્રવારે ચાઈનિઝ મોબાઈલ એપ WeChat અને TikTok પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપતા કહ્યું કે, તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો છે. આ નિર્ણય અમેરીકા-ચીન વચ્ચે ટેક્નોલોજી પર વધીરહેલા તણાવ અને અમેરીકી રોકાણકારો માટે વીડિયો એપ TikTokના વેચાણ માટે ટ્રમ્પ પ્રશાસનના પ્રયાસ વચ્ચે આવ્યો છે.

અમેરીકાના વાણિજ્ય વિભાગ આજે એક આદેશ જાહેર કરવાની યોજના બનાવી રહ્યું છે. જે સંયુક્ત રાજ્ય અમેરીકામાં લોકોને 20 સપ્ટેમ્બરથી ચીનની માલિકીવાળી વીડિયો શેરિંગ એપ TikTok અને મેસેજિંગ એપ WeChat ડાઉનલોડ કરવાથી રોકશે. અમેરીકામાં TikTokના લગભગ 100 મિલિયન એટલે કે 10 કરોડ યૂઝર્સ છે.

ભારત પણ લાગાવી ચુક્યું છે પ્રતિબંધ

ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત મોટો નિર્ણય લીધો હતો. ભારતમાં 59 ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટીકટોક, યૂસી બ્રાઉઝર સહિતની ઘણી મોબાઈલ એપ છે. ભારત સરકાર દ્વારા આ એપ પર આઈટી એક્ટ 2000 હેઠળ પ્રતિબંધ લગાવ્યો છે.

Gujarat