For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકામાં કોરોનાની બીજી લહેરની ચેતવણી, થેન્ક્સગિવિંગની રજા બાદ એક દિવસમાં રેકોર્ડ બે લાખ નવા કેસ આવ્યાં

Updated: Nov 30th, 2020

 
વૉશિંગ્ટન, તા. 30 નવેમ્બર 2020, સોમવાર

કોરોના મહામારીથી દુનિયા ઝઝુમી રહ્યું છે અને તેના પ્રકોપથી દુનિયાના 218 દેશમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યાં છે જ્યારે કોરોડો લોકો સંક્રમિત થઇ ચુક્યાં છે. આ વાઇરસથી સમગ્ર દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત થતા દેશમાં અમેરિકા છે.

ભારતમાં ચૂંટણી અને દિવળીના તહેવાર બાદ કોરોના કેસમાં વધારો થયો છે તે જ રીતે અમેરિકામાં થેન્ક્સગિવિંગની રજા બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે.


અમેરિકામાં દરરોજ રેકોર્ડ સંખ્યમાં નવા કેસ સામે આવી રહ્યાં છે. શુક્રવારના બે લાખથી વધારે કેસ આવ્યાં બાદ અમેરિકામાં હાહાકાર મચી ગયો હતો. ત્યાર બાદથી અમેરિકામાં સ્થિતિ ગંભીર બની છે. આ સ્થિતિને જોતા તજજ્ઞોએ કોરોના સંક્રમણની બીજી લહેરની ચેતવણી જારી કરી દીધી છે. જોકે, શનિવાર અને રવિવારના રોજ કેસની સંખ્યામાં થોડોક ઘટાડો નોંધાયો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં પહેલો કેસ સામે આવ્યા બાદથી અમેરિકામાં એક દિવસમાં બે લાખથી વધારે કેસ નોંધવામાં આવ્યાં છે. અમેરિકના નેશનલ ઇન્સટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિજિજના ડાયરેક્ટર ડૉ.એન્થની ફૌસીએ દેશમાં બીજી લહેરની ચેતવણી આપી છે. તેમણે એક ટીવી શોમાં કહ્યું કે કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યાં છે, એકાએક પરિસ્થિતિ કાબુમાં નહીં આવે.

ફૌસીએ કહ્યું કે હજુ મોડું નથી થયું. તમામ લોકોને અપીલ છે કે કોરોનાના નિયમોંનું પાલન કરે. માસ્ક પહેરવું, મોટી સંખ્યામાં ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. અમેરિકામાં લોકો થેન્ક્સગિવિંગની રજાની ઉજવણી કરી લોકો પરત ફરી રહ્યાં છે.

Gujarat