For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોના સંકટ: 210 દેશોમાં 31 લાખ સંક્રમિત, 24 કલાકમાં 6300 લોકોએ જીવ ગુમાવ્યાં

Updated: Apr 29th, 2020

Article Content Imageઅમદાવાદ, તા. 29 એપ્રિલ 2020, બુધવાર

વિશ્વના 210 દેશોમાં કોરોના વાયરસ મહામારીને કારણે મૃત્યુઆંક બે લાખ 17 હજારને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં, 76,286 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે મરનારા લોકોની સંખ્યામાં 6,351 નો વધારો થયો છે. વર્લ્ડમીટર અનુસાર, અત્યાર સુધીમાં 31 લાખ 36 હજાર 232 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમાંથી 2 લાખ 17 હજાર 799 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, 953,245 લોકો પણ ચેપ મુક્ત બની ગયા છે.

વિશ્વમાં ક્યાં, કેટલા કેસો, કેટલા મૃત્યુ
 અમેરિકામાં કુલ ત્રીજા ભાગના કેસ નોંધાયા છે. અને લગભગ ચોથા ભાગના મૃત્યુ અમેરિકામાં થયા છે. કોવિડ -19 સાથે યુ.એસ પછી સ્પેન બીજા ક્રમે સૌથી અસરગ્રસ્ત દેશ છે, જ્યાં કુલ 229,422 લોકો સંક્રમિત અને 23,521 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુના મામલે ઇટાલી બીજા ક્રમે છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં 26,977 લોકોનાં મોત થયાં છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 199,414 છે. આ પછી ફ્રાન્સ, જર્મની, યુકે, તુર્કી, ઈરાન, ચીન, રશિયા, બ્રાઝિલ, કેનેડા જેવા દેશોમાં સૌથી વધુ અસર થઈ છે.

દેશ

કેસ

મૃત્યુ

ફ્રાન્સ

1,65,911

23,660

યુકે

1,61,145

21,678

જર્મની

1,59,912

6,314

તુર્કી

1,14,653

2,992

રશિયા

93,558

867

ઇરાન

92,584

5,877

ચાઇના

82,836

4,633

બ્રાઝિલ

72,899

5,063

કેનેડા

50,026

2,859

બ્રાઝિલ

47,334

7,331

 

તુર્કી, યુકે, જર્મની સહિત સાત દેશો છે, જ્યાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. ત્યાં પાંચ દેશો (અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાંસ, બ્રિટન) છે જ્યાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં મોતનો આંકડો 59 હજાર પર પહોંચી ગયો છે.

ભારતમાં શું છે સ્થિતિ
દેશમાં કોરોનાવાઈરસ સામેની લડત વચ્ચે મોદી સરકારે રવિવારે ટોચના સ્તરે અમલદારોની બદલી કરતાં સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદાનનો કાર્યકાળ ૩૦મી એપ્રિલ પછી ૩ મહિના માટે લંબાવ્યો છે. ઉપરાંત ઝારખંડ કેડરના અધિકારી અમિત ખરેને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં પુનઃ સચિવ પદે ખસેડવામાં આવ્યા છે તેમજ પીએમઓના અધિક સચિવ તરુણ બજાજ આર્થિક બાબતોના વિભાગના સચિવ તરીકેનો હોદ્દો સંભાળશે. ગુજરાતમાંથી અનિતા કરવાલ સહિતના અધિકારીઓની કેન્દ્રમાં બદલી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ટોચના સ્તરના અમલદારોની આ બદલીમાં ૨23 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે.

દેશમાં કોરોના મુદ્દે વિચિત્ર સ્થિતિ સર્જાઈ રહી છે. એકબાજુ ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજીબાજુ કોરોનાનો રિકવરી રેટ સુધી રહ્યો છે અને વધુ ને વધુ જિલ્લા કોરોના મુક્ત થઈ રહ્યા છે. આ સમયમાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા ૧૫ શહેરોની યાદી જાહેર કરી છે, જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈનો સમવોશ થાય છે. કાંતે જણાવ્યું કે દેશમાં કોરોના સામેની લડાઈની સફળતાનો આધાર આ શહેરોમાં કોરોના પર નિયંત્રણ મેળવવા પર રહેશે.

નીતિ આયોગે જાહેર કરેલી યાદીમાં 15 જિલ્લાઓમાંથી સાતમાં સૌથી વધુ કેસ છે. જેમ કે, તેલંગાણાના હૈદરાબાદ, મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે, રાજસ્થાનના જયપુર, મધ્ય પ્રદેશના ઈન્દોર, ગુજરાતના અમદાવાદ અને દિલ્હીનો સમાવેશ થાય છે. ઉપરાંત કોરોનાના કેસની ગંભીર સ્થિતિ હોય તેવા અન્ય જિલ્લાઓમાં ગુજરાતના વડોદરા અને સુરત, આંધ્ર પ્રદેશના કુર્નૂલ, મધ્ય પ્રદેશના ભોપાલ, રાજસ્થાનના જોધપુર, ઉત્તર પ્રદેશના આગ્રા, મહારાષ્ટ્રના થાણે અને તામિલનાડુના ચેન્નઈનો સમાવેશ થાય છે.

કાંતે એક ટ્વીટ કરતાં જણાવ્યું કે, આ 15 જિલ્લા કોરોના સામેની આપણી લડાઈમાં સૌથી મહત્વના છે, તેમાંથી ૭ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. આપણે આ જિલ્લાઓમાં આક્રમક્તાપૂર્વક નિરિક્ષણ, પરિક્ષણો અને સારવાર પર ધ્યાન આપવું જોઈએ અને લૉકડાઉનનું કડકાઈથી પાલન કરાવવું જોઈએ. આપણે કોરોના સામે જીતવું હશે તો આ જિલ્લાઓમાં કોરોનાનો પ્રસાર અટકાવવો પડશે.

સરકારે ૨૯મી માર્ચે કોરોના સામે લડવા પગલાં લેવા અને અર્થતંત્રને ફરીથી પાટા પર લેવા માટે સૂચન કરવા ૧૧ એમ્પાવર્ડ ગૂ્રપ્સ બનાવ્યા હતા. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત એમ્પાવર્ડ ગ્રુપ (ઈજી-૬)ના વડા છે. આ ગૂ્રપ ખાનગી ક્ષેત્રની એનજીઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકલન કરે છે.

Gujarat