For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકાએ મનુષ્ય પર શરૂ કર્યુ કોરોના વાયરસની વેક્સિનનું પરીક્ષણ

Updated: Mar 16th, 2020

Article Content Imageવૉશિંગ્ટન, તા. 16 માર્ચ 2020 સોમવાર

કોરોના વાયરસના કારણે અમેરિકામાં અત્યાર સુધી લગભગ 2794 લોકો અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે. લગભગ 56 લોકોના મોત નીપજ્યા છે. અમેરિકાના વૈજ્ઞાનિક 16 માર્ચ 2020 એટલે કે આજથી આ વેક્સિનનું એક વ્યક્તિ પર ટ્રાયલ કરવામાં આવશે. આની જાહેરાત અમેરિકાની સરકારે કરી છે.

જોકે, વેક્સિનની ટ્રાયલ પરીક્ષણ તરીકે કરવામાં આવી રહી છે. જો આનાથી સફળતા મળશે તો આને સમગ્ર દુનિયામાં વહેંચવામાં આવશે.  

Article Content Imageઅમેરિકાના ધ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ હેલ્થ આ ટ્રાયલની ફંડિંગ કરી રહ્યુ છે. જે વ્યક્તિએ આ પરીક્ષણ માટે હા કહી છે. તેની ઉપર પરીક્ષણ સિએટલ સ્થિત કેસર પર્મનેન્ટ વૉશિંગ્ટન હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં કરવામાં આવી રહ્યુ છે. 

અમેરિકી સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યુ છે કે કોરોનાના સટીક વાયરસને બજારમાં લાવવામાં એક વર્ષથી 18 મહિના લાગી જશે. 

Article Content Imageઆ વેક્સિન ટ્રાયલ માટે 45 યુવા વૉલન્ટિયર્સ પસંદ કરવામાં આવ્યા છે. આ લોકો સાથે જ પરીક્ષણની શરૂઆત હશે. આ લોકોને પહેલા કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે.

આ વેક્સિનને એનઆઈએચ અને મૉડર્ના ઈન્કે એક સાથે મળીને બનાવ્યુ છે. આ 45 યુવાઓને જુદા-જુદા વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનમાં કોઈ વાયરસ નથી. 

Article Content Imageઆ ટ્રાયલનું લક્ષ્ય માત્ર એ જાણવાનુ છે કે વેક્સિનથી કોઈનો દુષ્પ્રભાવ ના થાય અને ફરી મોટા પ્રમાણમાં આનું પરીક્ષણ કરી શકાય. પરિણામ સકારાત્મક આવશે તો સમગ્ર દુનિયામાં આ વેક્સિનને મોકલવામાં આવશે. 

સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસથી 162,774 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 6460 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીન બાદ સૌથી ખરાબ હાલત ઈટલીની છે. 

Gujarat