For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વભરમાં ઈન્ટરનેટ સ્લો : ક્લાઉડફેર ખોરંભે ચઢતા ઝેરોધા, અપસટોક્સ , ગ્રો સહિતના સર્વરો ઠપ્પ

Updated: Jun 21st, 2022

Article Content Image

અમદાવાદ,તા.21 જુન 2022,મંગળવાર

વિશ્વ વિખ્યાત કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક (CDN) Cloudflareની સિસ્ટમમાં મંગળવારે ટેક્નિકલ ખામી સર્જાઈ છે. ક્લાઉડફેર સીડીએન ખોરંભે ચઢતા Zerodha, Groww, Upstox, Omegle અને Discord જેવી ઘણી સેવાઓ બંધ થઈ ગઈ છે. કંપનીએ અને સીડીએન સર્વિસ પ્રોવાઈડરે આ ટેક્નિકલ ખામી સ્વીકારી છે અને તેને પૂર્વવર્ત કરવા કામ કરી રહી છે.

ઇન્ટરનેટ પર ઘણા વપરાશકર્તાઓને "500 internal server error" મેસેજ જોવા મળી રહ્યો છે. આ મેસેજ ત્યારે જ જોવા મળે જ્યારે વેબ સર્વરમાં કોઈ ટેક્નિકલ સમસ્યાઓ હોય. કેટલાક પ્લેટફોર્મ અને એપ્સ જેમ કે Medium.com, Zerodha, Groww, Upstox, Discord વગેરેને વેબ સેવાઓ પૂરી પાડવા માટે Cloudflareના નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં આ પ્રકારનો બીજો ક્લાઉડફ્લેર આઉટેજ નોંધાયો છે. ગત અઠવાડિયે થયેલ આ ટેક્નિકલ ખામી અને સિસ્ટમ બંધ થવી માત્ર ભારત સુધી મર્યાદિત હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં લોકપ્રિય સેવાઓ જેમ કે Shopify, Udemy, Zerodha, Canva, Discord, Acko Insurance વગેરે Cloudflareના નેટવર્ક પર આધારિત છે અને તેઓને આ બંને વખતે સમસ્યાઓનો સામવો કરવો પડ્યો છે.

Gujarat