For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રિસ હિપકિંસ ન્યુઝીલેન્ડના 41માં વડાપ્રધાન બન્યા

Updated: Jan 25th, 2023


- હિપકિંસ પ્રથમ વખત 2008માં ન્યુઝીલેન્ડની સંસદમાં ચૂંટાયા હતા

નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2023, બુધવાર

ક્રિસ હિપકિંસ ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે. બુધવારે તેમણે દેશના 41માં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જેસિન્ડા આર્ડન આજે સવારે વડા પ્રધાન તરીકે છેલ્લી વખત ન્યુઝીલેન્ડની સંસદમાં પહોંચ્યા અને ત્યાંથી સીધા તેઓ સરકારી ગૃહ ગયા હતા અને ત્યાં તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું હતું. કાર્મેલ સેપુલોનીએ નાયબ વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પદ સંભાળ્યા બાદ હિપકિંસે સંકેત આપ્યો છે કે, વધતી જતી મોંઘવારીનો સામનો કરવો એ તેમની કેબિનેટની પ્રાથમિકતા રહેશે.

હિપકિંસ પ્રથમ વખત 2008માં ન્યુઝીલેન્ડની સંસદમાં ચૂંટાયા હતા. નવેમ્બર 2020 માં કોરોના મહામારી દરમિયાન તેમને મંત્રી તરીકે કોરોનાનો સામનો કરવા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સિવાય હિપકિન્સે પોલીસ મંત્રાલય, શિક્ષણ અને જાહેર સેવા જેવા મંત્રાલયો પણ સંભાળ્યા છે.

આ પહેલા જેસિન્ડા આર્ડને વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવાનું એલાન કરી બધાને ચોંકાવી દીધા હતા. જેસિંડા જેસિન્ડા આર્ડનના રાજીનામા બાદ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન પદના દાવેદારોના નામની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જેમાં ક્રિસ હિપકિંસે બીજી મારી હતી. પોતાના રાજીનામાની જાહેરાત કરતા જેસિન્ડા આર્ડને કહ્યું  હતું કે, તે જાણે છે કે વડાપ્રધાન પદ માટે ઘણી જવાબદારી અને સમર્પણની જરૂર પડે છે પરંતુ હવે તે તેની સાથે ન્યાય કરી શકવા સક્ષમ નથી તેથી તે પદ પરથી હટી રહી છે પરંતુ ઘણા સાથીદારો છે જેઓ આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકશે. 

Gujarat