For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીનનો આવો ડર, દૂતાવાસ સંકુલની કલ્પનાથી આસપાસના રહીશોમાં ડર

રાજદ્વારી કામની આડમાં શંકાસ્પદ ગતિવિધિઓ થશે: રહેવાસીઓ

લંડનના ટાવરની સામેની જમીન પર રાજદ્વારી સંકુલ બનાવવા માંગે છે ચીન

Updated: Dec 2nd, 2022

Article Content Image

બીજીંગ, તા.02 ડિસેમ્બર-2022, શુક્રવાર

લંડનના ટાવરની સામેની જમીનની આસપાસના રહેવાસીઓએ રાજા ચાર્લ્સને તે જમીન પાછી ખરીદવા વિનંતી કરી છે. હાલમાં, આ જમીનનો માલિક ચીન છે. તે આ જમીન પર પોતાનું રાજદ્વારી સંકુલ બનાવવા માંગે છે. પરંતુ, પડોશના રહેવાસીઓને ડર છે કે, રાજદ્વારી કામની આડમાં શંકાસ્પદ ગતિવિધિઓ થશે. આ જમીન રોયલ મિન્ટ કોર્ટ તરીકે ઓળખાય છે. 5.4 એકર જમીનમાં એક સમયે બ્રિટિશ સિક્કા બનાવવાની ફેક્ટરી હતી. 2010માં બ્રિટિશ રાજાશાહીએ આ જમીન એક પ્રોપર્ટી કંપનીને વેચી દીધી હતી. તે કંપનીએ 2018માં ચીનને આ જમીન વેચી હતી. 

હવે, ચીન અહીં કરોડો ડોલરના ખર્ચે પોતાનું દૂતાવાસ બનાવવા માંગે છે. આ જમીનની બીજી બાજુ ટાવર હેમલેટ્સ છે, જેમાં મોટાભાગે ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ છે. આ ઈમારત 19મી સદીમાં બનાવવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર, જો ચીન અહીં પોતાનું રાજદ્વારી સંકુલ બનાવવામાં સફળ થાય છે. તો તે વિશ્વમાં તેનું સૌથી મોટું દૂતાવાસ સંકુલ હશે. દૂતાવાસ સિવાય ચીન અહીં એક સાંસ્કૃતિક કેન્દ્ર અને બિઝનેસ સેન્ટર બનાવવાનો પણ ઇરાદો ધરાવે છે. આ બધા સહિત, સેંકડો ચીની કર્મચારીઓ અહીં કામ કરશે. જ્યારે આ જમીન બ્રિટિશ રાજાશાહી પાસે હતી, ત્યારે લગભગ 30 વર્ષ પહેલા તેમણે અહીં કેટલાક એપાર્ટમેન્ટ બનાવ્યા હતા. આ એપાર્ટમેન્ટ્સ પોલીસકર્મીઓ અને નર્સો વગેરે જેવા સ્ટાફને આવાસ આપવા માટે બનાવવામાં આવ્યા હતા. 

1989 માં તે કામની શરૂઆતમાં, રાણી એલિઝાબેથે પોતે આવીને અહીં ફોટો પાડ્યો હતો. જેમને મકાનો આપવામાં આવ્યા હતા. તેઓને 126 વર્ષ માટે જમીન લીઝ પર આપવામાં આવી હતી. હવે, તે લીઝ ધારકોનું કહેવું છે કે, જો ચાઈનીઝ કેમ્પસ બનાવવામાં આવશે તો તેમની શાંતિ ડહોળશે. રોયલ મિન્ટ કોર્ટ રેસિડેન્ટ એસોસિએશને આશંકા વ્યક્ત કરી છે કે, ચીન અહીં પોતાના નિયમો લાદશે અથવા બ્રિટિશ નિયમોનું પોતાની રીતે અર્થઘટન કરશે. એસોસિએશને એવા આક્ષેપો તરફ ધ્યાન દોર્યું છે કે, ચીન વિદેશમાં તેની રાજદ્વારી પોસ્ટનો ઉપયોગ ચીની નાગરિકોની દેખરેખ રાખવા અને તેમને ઘરે પરત ફરવા માટે ડરાવવા માટે કરી રહ્યું છે. 

એસોસિએશને હવે કિંગ ચાર્લ્સને પત્ર મોકલ્યો છે. તેમાં એસોસિએશનના પ્રેસિડેન્ટ ડેવિડ લેકે કહ્યું છે કે, 'ચીન સરકારને વધુ પડતા અને દૂરગામી અધિકારો આપવામાં આવ્યા છે. તેમના કારણે અહીં રાજદ્વારી ઘટના બની શકે છે. નિરીક્ષકોના મતે આ વર્ષે ઓક્ટોબરમાં યુકેના શહેર માન્ચેસ્ટરમાં આવી જ એક ઘટના બની હતી. ત્યાંના ચીની કોન્સ્યુલેટે હોંગકોંગના વિરોધીઓના પ્લેકાર્ડ તોડી નાખ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું કાર્ટૂન લઈને આવેલા એક પ્રદર્શનકારીને કોન્સ્યુલેટની અંદર ખેંચી લેવામાં આવ્યો હતો. આરોપ છે કે, ત્યાં તેને માર મારવામાં આવ્યો હતો. માન્ચેસ્ટર પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે. રોયલ મિન્ટ કોર્ટના રહેવાસીઓ કહે છે કે, તેઓ આવી આશંકાઓથી ડરી ગયા છે. 23 વર્ષથી ત્યાં રહેતા માર્ક નાઈગટે સીએનએનને કહ્યું- 'અમારા અંદર ડર આવી ગયો છે. લંડનના હૃદયમાં રહેવા માટે આ એક સુંદર સ્થળ છે. પરંતુ, હવે આપણે એ સવાલથી ઘેરાયેલા છીએ કે, જો ચીનનું કેમ્પસ બનશે તો આપણા જીવન પર તેની કેવી અસર થશે.

Gujarat