યુક્રેન સહિત આ 13 દેશોમાં યુદ્ધ અને સંઘર્ષનો માહોલ, દર્દથી પીડાતી 9 કરોડ સગીરાઓ સહિત 20 કરોડ બાળકો, મહિલાઓ પણ બેહાલ

આજના સમયમાં યુક્રેન, સુદાન, સીરિયા, યમન, નાઈજીરિયા, કોંગો, અફઘાનિસ્તાન યુદ્ધ ક્ષેત્ર તરીકે જાણિતા છે

આ દેશોમાં ફસાયેલા લોકોની બોમ્બ, મિસાઈલો, હવાઈ હુમલા, વિસ્ફોટો વચ્ચે જીંદગી વિતાવવા મજબૂર બન્યા છે

નવી દિલ્હી,તા.24 નવેમ્બર-2022, ગુરુવાર

વિશ્વભરમાં ચાલી રહેલી વર્તમાન ‘યુદ્ધ પરિસ્થિતિ’ને જોતા પ્રખ્યાત લેખક-કવિ સાહિર લુધિયાનવીએ લખેલી પંક્તિ ‘જંગ તો ખુદ હી એક મસલા હૈ’ એકદમ સાચી હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ઈતિહાસમાં બનેલી ઘટના હોય કે વર્તમાન સમયે ચાલતું કોઈપણ યુદ્ધ ... આવા યુદ્ધ અને વિવાદો જે-તે રાષ્ટ્ર, દેશ, સામ્રાજ્યના શાસકોના ઘમંડ, સામ્રાજ્ય વધારવાની લાલસા, સરમુખત્યાશાહી નિર્ણય અને લશ્કરી શક્તિમાં દેખાડો કરવાના કારણે જ ઉદભવે છે અને તેનો સામનો સામાન્ય લોકોની જીંદગી પર જોવા મળે છે. એટલું જ નહીં અને તેની સૌથી વધુ અસર બાળકો પર પણ જોવા મળતી હોય છે. ત્યારે આજના સમયમાં યુક્રેન, સુદાન, સીરિયા, યમન, નાઈજીરિયા, કોંગો, અફઘાનિસ્તાન ‘યુદ્ધ ભૂમિ’ તરીકે જાણિતા છે. આ દેશોમાં ફસાયેલા લોકોની બોમ્બ, મિસાઈલો, હવાઈ હુમલા, વિસ્ફોટો વચ્ચે જીંદગી વિતાવવા મજબૂર બન્યા છે, તો માલી, સૂદાન, કોંગો, સોમાલિયા, નાઈજીરિયા અને કેમરૂન પણ સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. આ 13 દેશોમાં દેશોમાં ફસાયેલા 20 કરોડ બાળકોનું દર્દથી છલકાયેલું જીવન પર નજર કરીએ તો આપણા શરીરમાં રુવાટા ઉભા થઈ જાય છે અને મગજ પર હડકંપ મચી જાય છે. હાલના વર્તમાન સમયમાં આપણે તો સામાન્ય જીંદગી જીવીએ છીએ, રહીએ છીએ, ફરીએ છીએ અને મોજ-મસ્તી પણ કરીએ છીએ, ત્યારે જો આ 7 દેશોની પ્રજાની પરિસ્થિતિ પર નજર કરીએ ત્યારે આપણા શરીરમાં ધ્રુજારી કંપી જાય છે.

મૃત્યુઆંક, વિકલાંગતા, બેઘર થવાની સંખ્યા વધતી જઈ રહી છે

આજે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 9 મહિના જેટલો સમય થઈ ગયો છે. વિશ્વભરના દેશો અને વિશ્વભરની પ્રજાઓ કાગડોળે રાહ જોઈ રહી છે કે આ યુદ્ધ ક્યારે પૂર્ણ થશે, જોકે તે તો આવનારો સમય જ બતાવશે... અન્ય દેશોની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનનો અત્યાચારો યથાવત્ છે, તો સીરિયા-ઈરાક-યમન, આર્મિનિયા-અઝરબૈજાન જેવા યુદ્ઘ ક્ષેત્રો હોય કે માલી, સૂદાન, કોંગો, સોમાલિયા, નાઈજીરિયા, કેમરૂન સહિત વિશ્વના ઘણા ભાગો ‘સંઘર્ષ ઝોન’ જોવા મળી રહ્યા છે. આ તમામ દેશો યુદ્ધ ભૂમિ બન્યા હોય કે સંઘર્ષ ઝોન તરીકે જોવા મળી રહ્યા હોય, પરંતુ તેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે અને હજારો-લાખો લોકોના મોત પણ થઈ રહ્યા છે તેમજ અસંખ્ય લોકો ગોળીબાર, બોમ્બિંગ, મિસાઈલ હુમલા અને હવાઈ હુમલામાં અપંગ થઈ રહ્યા છે. લાખો લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે, પોતાનો જીવ બચાવવા પોતાનું સ્થળ છોડી અન્ય સ્થળે જવાનો વારો આવ્યો છે. શહેરો, નગરો અને ગામડાઓનો વિનાશ થઈ રહ્યો છે. શાળાઓ, હોસ્પિટલો પર બોમ્બ ધડાકા, હવાઈ હુમલા અને મિસાઈલ હુમલા થઈ રહ્યા છે.

સંકટગ્રસ્ત વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોની હાલત સૌથી વધુ ખરાબ

યુદ્ધ હોય કે સંઘર્ષમાં ફસાયેલું કોઈપણ દેશ હોય, વિશ્વનો કોઈપણ પ્રદેશ હોય... પરંતુ આ તબાહીથી સૌથી ખરાબ હાલત મહિલાઓ અને બાળકોની થાય છે. UNICEFના ડેટા મુજબ યુદ્ધ, વિસ્ફોટ, હવાઈ હુમલામાં માર્યા ગયેલા કુલ લોકોની સંખ્યમાં અડધો અડધ સંખ્યા બાળકોની હોય છે. UNICEF ડેટા મુજબ હાલમાં વિશ્વમાં ચાલી રહેલી ખતરનાક ‘યુદ્ધ અને સંઘર્ષ’ની પરિસ્થિતિમાં 20 કરોડ બાળકો ઘેરાયેલા છે. જો ખતરનાક ‘યુદ્ધ અને સંઘર્ષ’ની બાબતમાં ક્લાઈમેટ ચેન્જ અને આતંકવાદી ઘટનાઓ અને અન્ય સમસ્યાઓનોને જોડીએ તો 42 કરોડથી વધુ બાળકો આ સંઘર્ષભર્યા કરૂણ જીવનમાં જીવવા મજબુર બન્યા છે. એટલે કે વિશ્વમાં દર 6માંથી 1 બાળક ‘યુદ્ધ, સંઘર્ષ અને સમસ્યા’માં જીવન જીવવા મજબુર બન્યો છે.

સંકટગ્રસ્ત વિસ્તારોમાં 9 કરોડથી વધુ સગીરાઓનું જીવન પણ જોખમથી ભરેલું

આ સંકટગ્રસ્ત વિસ્તારોમાં રહેતા બાળકોનું જીવન એટલું બદતર છે કે, ન તેમની પાસે સુવિા છે, ન કોઈ ભવિષ્ય... આ સંકટગ્રસ્ત વિસ્તારોમાં 9 કરોડથી વધુ સગીરાઓનું જીવન પણ જોખમથી ભરેલું છે. આ કિશોરીઓની ઉંમર પણ 10થી 17ની વચ્ચે છે. આ સગીરાઓનું જીવન યુદ્ધ, આતંકવાદની સમસ્યા, લાચારી, વિસ્થાપન અને શરણાર્થી બની અંધકાર બની ગયું છે. આ સંકટગ્રસ્ત વિસ્તારોમાં ન તો બાળ અધિકારોનું રક્ષણ છે, ન તો માનવ અધિકારોનું પાલન કરવાની કોઈ વ્યવસ્થા... આ કરોડો બાળકો અહીં શોષણ, ભૂખમરો, બાળ તસ્કરી અને અત્યાચારોનો સામનો કરી રહ્યા છે. યુએનના એક અહેવાલ મુજબ આ સંઘર્ષ વિસ્તારોમાં અત્યાચાર અને શોષણના દૈનિક 65 કેસ નોંધાય છે અને આવા કિસ્સાઓ હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે. આ કેસો તો ચોંપડે નોંધાયેલા બોલે છે, ન જાણે હિંસા અને અત્યાચાર સહિતની ઘટનાઓના ન નોંધાયેલો કેસો કેટલા થતા હશે. આવી પરિસ્થિતિના કારણે આ સંકટગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ રીતે અસર પડી રહી છે.

યુક્રેનમાં પરિસ્થિતિ

લોકોએ બે વર્ષ સુધી કોરોના મહામારીનો સામનો કર્યો, ત્યારબાદ યૂક્રેમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બાળકો પર અત્યાચાર, માનવ તસ્કરી, શરીરના અંગોની ગેરકાયદેસર હેરફેર, બંધુઆ મજૂરી, શોષણ, બળાત્કાર, બાળ લગ્ન સહિતની અનેક ફરિયાદો સામે આવતી રહી છે. આ ફરિયાદો ખાસ કરીને યુક્રેનના તે વિસ્તારોમાંથી સામે આવી રહી છે, જ્યાં રશિયન સૈનિકોનો કબજો જમાવ્યો. UNના અહેવાલ મુજબ યુક્રેનના અડધાથી વધુ બાળકો યુદ્ધ શરૂ થયાના એક મહિનામાં જ વિસ્થાપિત થઈ ગયા. મોટી સંખ્યામાં બાળકો મિસાઈલ અને હવાઈ હુમલાનો શિકાર બન્યા. જેઓ પોલેન્ડ જેવા પાડોશી દેશોમાં પોતાનો જીવ બચાવવા ગયા, ત્યાં પણ પીડિતો અને તેમના બાળકોને શરણાર્થી શિબિરોમાં કેદ રહેવું પડ્યું. યુક્રેનમાં માનવાધિકાર એજન્સીએ બાળકો પર અત્યાચાર અને શોષણના ઘણાં કેસો નોંધ્યા. એજન્સીએ રશિયન સૈન્ય પર યુક્રેનના લોકોને ગેરકાયદે રીતે બંધક બનાવીને રશિયન વિસ્તારમાં લઈ જવાનો પણ આરોપ લગાવ્યો હતો. સ્થાનિક મીડિયા અહેવાલોમાં યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં બાળકો પર અત્યાચારના અનેક રિપોર્ટો પણ સામે આવ્યા...

City News

Sports

RECENT NEWS