કાબુલમાં જુમ્માની નમાઝ બાદ મસ્જિદની નજીક મોટો વિસ્ફોટ, 4 લોકોના મોત 10 ઘાયલ


કાબુલ, તા. 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારના રોજ વજીર મુહમ્મદ અકબર ખાન ગ્રાન્ડ મસ્જિદની નજીકના વિસ્તારમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 4 લોકોની મૃત્યુ થઈ ગઈ છે અને 10 લોકો ઘાયલ થયા છે.  વિસ્ફોટના કારણે ચારે તરફ ધુમાડો અને ધૂળ છવાઈ ગઈ હતી. થોડી ક્ષણો માટે લોકોને એ સમઝાતું નહોતું કે આ વિસ્ફોટ કઈ તરફ થયો છે. જે સમયે લોકો નમાઝ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા તે સમયે આ વિસ્ફોટ થયો હતો. 

કાબુલ પોલીસના મુખ્ય પ્રવકત્તા ખાલિદ ઝદરાને કહ્યું હતું કે, આ વિસ્ફોટમાં કેટલાક લોકોની મૃત્યુ થઈ છે અને અનેક લોકો ઘાયલ છે. આ બાજુ ગૃહમંત્રીના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યુ હતું કે, આ વિસ્ફોટ મસ્જિદ પાસેના મુખ્ય માર્ગ ઉપર થયો હતો. વિસ્ફોટ પાછળના કારણોની તપાસ થઈ રહી છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 

City News

Sports

RECENT NEWS