For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત

જુચાંગ-ગ્વાંગ્ઝૂ હાઈવે પર 10 મિનિટમાં કુલ 49 વાહનો અથડાયા

182 ફાયર ફાઈટર ઘટના સ્થળે રવાના, બચાવ કામગીરી પુરજોશમાં શરૂ

Updated: Feb 5th, 2023

Article Content Image

બીજિંગ, તા.05 ફેબ્રુઆરી-2023, રવિવાર

મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા 16 લોકોના મોત થયા છે જ્યારે 66 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચીનની સરકારી મીડિયા વેબસાઈટ CGTNએ જણાવ્યું કે, શનિવારે સાંજે હુનાન પ્રાંતના ચાંગ્શા શહેરમાં જુચાંગ-ગ્વાંગ્ઝૂ હાઈવે પર 10 મિનિટમાં કુલ 49 વાહનો અથડાયા હતા. સ્થાનિક ટ્રાફિક પોલીસ વિભાગને ટાંકીને રિપોર્ટમાં જણાવાયું છે કે, આ અકસ્માતમાં 16 લોકોના મૃત્યુ થયા છે અને 66 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઈજાગ્રસ્તોમાંથી 8 લોકોને ગંભીર ઈજા થઈ છે, જોકે તેમની હાલત સ્થિર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે દુર્ઘટનાને ધ્યાને રાખી ટાસ્ક ફોર્સને ઘટના સ્થળે રવાના કરી દેવાઈ છે. શનિવારે લગભગ સાંજે 5 કલાકે ચાંગ્શાના વાંગચેંગ જિલ્લામાં જુચાંગ-ગ્વાંગ્ઝૂ હાઈવે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. મંત્રાલયે આંકડાનો ખુલાસો કર્યા વિના કહ્યું કે, આ અકસ્માતમાં ઘણા વાહનો સામેલ હતા અને ઘણી જાનહાનિ સર્જાઈ છે. દરમિયાન ઘટનાને પગલે 182 ફાયર ફાઈટરો ઘટના સ્થળે રવાના થઈ ગયા છે અને અહીં પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.

Gujarat