For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકાના ઈલેક્ટેડ પ્રમુખ બિડેન કૂતરા સાથે રમતા હતા ત્યારે પગમાં ફ્રેક્ચર થયું

જમણાં પગની પીંડીનું હાડકું તૂટી જતાં ડોક્ટરોની બેડરેસ્ટની સલાહ

૭૮ વર્ષના જો બિડેન ઝડપથી સાજા થઈ જાય તે માટેના પ્રયાસો શરૃઃ પ્રમુખ ટ્રમ્પે ટ્વિટરમાં લખ્યું, ગેટ વેલ સૂન

Updated: Dec 1st, 2020

Article Content Image
વૉશિંગ્ટન, તા. ૩૦
અમેરિકાના ઈલેક્ટેડ પ્રમુખ જો બિડેનને પગમાં ફ્રેક્ચર થયું છે. કૂતરા સાથે રમતા હતા એ વખતે તેમના જમણાં પગની પીંડીનું હાડકું તૂટી ગયું હતું. ડોક્ટરોએ ઈલેક્ટેડ પ્રમુખને બેડરેસ્ટની સલાહ આપી છે. પ્રમુખ ટ્રમ્પે પણ ટ્વીટરમાં બિડેનની સાજા થવાની કામના કરતા લખ્યું હતુંઃ ગેટ વેલ સૂન.
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બિડેનના ડોક્ટરોએ જણાવ્યું હતું એ પ્રમાણે જો બિડેનના જમણાં પગમાં ફ્રેક્ચર થયું છે. કૂતરા સાથે રમત કરતા હતા ત્યારે બિડેને પગનું સંતુલન ગુમાવ્યું હતું. તેના કારણે તેમના જમણાં પગની પીંડીનું હાડકું તૂટી ગયું હતું. ૨૦મી નવેમ્બરે ૭૮મો જન્મદિવસ ઉજવનારા બિડેન ૨૦મી જાન્યુઆરીએ અમેરિકાના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે તે સાથે જ અમેરિકાના ઈતિહાસમાં સૌથી વયસ્ક પ્રમુખ બનશે.
તેમનું હાડકું તૂટી ગયું હોવાથી ડોક્ટરોએ તેમને સપ્તાહ માટે બેડરેસ્ટની સલાહ આપી છે. તેમણે પગને સપોર્ટ મળે તે માટે થોડાંક સપ્તાહ સુધી ખાસ પ્રકારનું સપોર્ટિવ શૂઝ પહેરવું પડશે. બિડેન પાસે જર્મન શેફર્ડ ડોગ છે, જે તેમને ખૂબ પ્રિય છે. નવરાશના સમયે બિડેન કૂતરા સાથે મસ્તી કરતા જોવા મળી જાય છે.
શપથ સમારોહ પહેલાં ચૂંટાયેલા પ્રમુખ એકદમ સાજા થઈ જાય અને પગમાં કોઈ જ તકલીફ ન રહે તે માટે તેમના ડોક્ટરોએ તમામ પ્રયાસો શરૃ કરી દીધા  છે. જો બિડેન સાજા થઈ જાય તે માટે ટ્રમ્પે પણ કામના કરી હતી. ટ્રમ્પે ટ્વીટરમાં જો બિડેન અંગેના સમાચારને રીટ્વિટ કરતા  લખ્યું હતુંઃ ગેટ વેલ સૂન.
જો બિડેનના અંગત ડોક્ટર અને હેલ્થ એક્સપર્ટ કેવિન ઓ કોર્નરે કહ્યું હતું કે બિડેનની ઈજા બહુ ગંભીર જણાતી નથી, પરંતુ હાડકુ ં ફરીથી જોડાતા થોડો સમય લાગશે એટલે તેમણે થોડાક મહિનાઓ સુધી સપોર્ટ લઈને જ ચાલવું પડશે.

Gujarat