Get The App

બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, બે ટ્રેન વચ્ચે ટક્કર, 20 મુસાફરોના મોત

દુર્ઘટના રાજધાની ઢાકાથી લગભગ 80 કિલોમીટર (50 મીલ) દૂર ભૈરબમાં બની

દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા અને ઈજાગ્રસ્તોની સંખ્યા હજુ વધી શકે છે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, બે ટ્રેન વચ્ચે ટક્કર, 20 મુસાફરોના મોત 1 - image

બાંગ્લાદેશની રાજધાની નજીક સોમવારે (23 ઓક્ટોબરે) એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ. જેમાં બે ટ્રેનો એકબીજા સાથે ટકરાઈ ગઈ. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે અને કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઢાકા ટ્રિબ્યૂનના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના બપોરે કિશોરગંજના ભૈરબમાં બની, જ્યાં એક મુસાફર ટ્રેનની એક માલગાડી સાથે ટકરાઈ ગઈ. શક્યતા છે કે, દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા અને ઈજાગ્રસ્તોની સંખ્યા હજુ વધી શકે છે.

સ્થાનિક પોલીસના અનુસાર, આ દુર્ઘટના રાજધાની ઢાકાથી લગભગ 80 કિલોમીટર (50 મીલ) દૂર ભૈરબમાં બની. સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે કહ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે રાહત-બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, કેટલાક લોકો ટ્રેનની નીચે ફસાયેલા હતા. કેટલાક ઈજાગ્રસ્ત લોકો ક્ષતિગ્રસ્ત ડબ્બાઓની નીચે પડ્યા હતા. જોકે, ફાયરવિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે.

રિપોર્ટ અનુસાર, હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે. સ્થાનિક લોકો પણ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. ઢાકા રેલવે પોલીસ અધિક્ષક અનવર હુસૈને કહ્યું કે, પ્રાથમિક રિપોર્ટમાં કહેવાયું છે કે, માલગાડી પાછળથી ઈગારો સિંધુરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ, જેની સાથે બે ડબ્બા ટકરાયા.


Google NewsGoogle News