For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લાકડીને ટેકે ચાલવાની ઉંમરે 82 વર્ષના મહિલા 24 કલાકમાં 125 કિમી દોડયા, 54 મેરેથોનમાં લઇ ચૂકયા છે ભાગ

દુનિયા ભરમાં 82 વર્ષની મહિલાની ફિટનેસ અને ડેડીકેશનની ચર્ચા

અનેક અડચણો છતાં 125 કિમીની ફિનિશિંગ લાઇન ક્રોસ કરીને જ જંપ્યા

Updated: Jun 20th, 2022




પેરિસ,20 જુન,2022,સોમવાર 

પ્રબળ ઇચ્છાશકિત અને આત્મવિશ્વાસ હોયતો કશું પણ અશકય નથી. આ વાત 82 વર્ષના મહિલાએ 24 કલાકમાં 125 દોડીને સાબીત કર્યુ છે. લાકડીના ટેકે ચાલવાની ઉંમરે તાજેતરમાં આટલી દોટ લગાવવી કોઇ ચમત્કારથી કમ નથી. આ હિંમતવાન મહિલાનું નામ બાર્બરા હમબર્ટ છે ફ્રાંસના વેલ ડી ઓઇસમાં રહે છે. આ કારનામો કરનારી મહિલાનું નામ બારબરા હમબર્ટ છે. જે ફ્રાંસના વેલ ડી ઓઇસમાં રહે છે. 

ફ્રાંસના એક અખબારમાં જણાવ્યા અનુસાર આ મહિલા માને છે કે પોતે દોડે છે ત્યારે આઝાદીનો અનુભવ કરે છે. જો કે આ વખતે 24 કલાક મેરેથોન દોડમાં પ્રમાણમાં સૂસ્તી અને ઉંઘનો અનુભવ થયો હતો. ખોરાક લેવામાં અને પાણી પીવામાં પણ તકલીફનો અનુભવ થતો હતો. ફિનિશિંગ લાઇન પુરી કરી ત્યારે બીજી પણ કેટલીક સમસ્યાઓ નડી તેમ છતાં  125 કિમી દોડવાનું ચુકયા ન હતા.

 તેમના હસબન્ડ આજે પણ દોડ સ્પર્ધામાં ભાગ લેવાનું મોટીવેશન આપતા રહે છે. શીખવાની અને સિદ્દિ મેળવવાની કોઇ ઉંમર હોતી નથી. શારીરિક અને માનસિક રીતે ફિટ રહી શકાય છે તે વાત સાબીત કરી છે, દુનિયા ભરમાં 82 વર્ષની મહિલાની ફિટનેસ અને ડેડીકેશનની ચર્ચા ચાલી રહી છે. 

શ્વાસ લેવાની ટેકનિક શીખીને 43 વર્ષે પ્રથમવાર દોડ સ્પર્ધામાં ભાગ લીધેલો 

છેલ્લા 39 વર્ષમાં તે 137 ટુંકી અને મધ્યમ દોડ જયારે 54 મેરેથોન દોડમાં ભાગ લીધો છે. જેમાં પેરિસ અને ન્યૂયોર્ક મેરેથોનનો પણ સમાવેશ થાય છે. હમબર્ટ 43 વર્ષની ઉંમરે દોડ સ્પર્ધામાં ભાગ લેવાની શરુઆત કરી હતી આ સિલસિલો હજુ પણ તૂટયો નથી. 

સૌથી પહેલા તો શ્વાસ લેવાની પ્રોપર ટેકનિક શીખી હતી અને સ્પોર્ટ વેયર પહેરીને હોમટાઉનમાં ખુલ્લા રસ્તા પર દોડવાનું શરુ કર્યુ હતું. તે થોડાક જ સમયમાં અર્બન રેસેઝ અને ફૂલ મેરેથોનમાં દોડવા લાગ્યા હતા. રનિંગ કરિયર દરમિયાન અનેકવાર ઇજ્જાગ્રસ્ત બન્યા પરંતુ હિંમત હાર્યા નથી.

Gujarat