Get The App

પન્નુ હત્યાના કાવતરાના કેસમાં અમેરિકાએ ભારત પાસે માંગ્યુ અપડેટ, કહ્યું- આ તપાસની સંપૂર્ણ માહિતી આપો

Updated: Jun 27th, 2024

GS TEAM


Google News
Google News
પન્નુ હત્યાના કાવતરાના કેસમાં અમેરિકાએ ભારત પાસે માંગ્યુ અપડેટ, કહ્યું- આ તપાસની સંપૂર્ણ માહિતી આપો 1 - image


Image Source: X

Pannu Murder Conspiracy Case: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત ષડયંત્ર મામલે અમેરિકાની પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાના ઉપ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલે બુધવારે કહ્યું કે, અમેરિકાનું માનવું છે કે, ભારત આ મામલાને લઈને સંવેદનશીલ છે અને ભારત સાથે અમારી રચનાત્મક વાતચીત થઈ છે અને હું કહીશ કે, ભારતે અમારી ચિંતાઓ પર ધ્યાન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ નવી દિલ્હી દ્વારા ગઠિત ઉચ્ચ સ્તરીય સમિતિને સતત અપડેટ આપવા માટે કહ્યું છે. 

શું બોલ્યા કર્ટ કેમ્પબેલ?

ભારત પ્રવાસના થોડા દિવસો બાદ ઓનલાઈન પ્રેસ બ્રીફિંગ દરમિયાન સવાલના જવાબ આપતા કર્ટ કેમ્પબેલે કહ્યું કે, અમે સ્પષ્ટ કર્યું છે કે અમે જવાબદારી ઈચ્છીએ છીએ અને અમે આ વિષય પર ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે અને તેઓ અમારી ચિંતાઓ પ્રત્યે જવાબદાર રહ્યા છે. અમે સતત અપડેટ માટે કહ્યું છે. આ મુદ્દો સીધો ભારત સરકારના નેતૃત્વના ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવ્યો છે.

શું છે મામલો?

ગત વર્ષે અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુનું એક્સિડન્ટ થયુ હતું. આ મામલે અમેરિકાએ ગત વર્ષે જૂન મહિનામાં નિખિલ ગુપ્તા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં એક ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. 


Tags :