For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકાએ પોતાના નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી નહી કરવા કરી અપીલ

Updated: Aug 13th, 2020

Article Content Image

નવી દિલ્હી, તા. 13 ઓગસ્ટ 2020, ગુરુવાર

અમેરિકાએ પોતાના નાગરિકોને કોરોના અને આતંકી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખી પાકિસ્તાનની મુસાફરી નહી કરવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલયે બુધવારે જાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું કે, રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર(CDC)એ કોરોનાને ધ્યાનો રાખી પાકિસ્તાન માટે લેવલ ત્રણ શ્રેણીવાળી મુસાફરી સ્વાસ્થ્ય નોટિસ જાહેર કરી છે.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાને કારણે પાકિસ્તાનની મુસાફરી કરનારા લોકોને ત્યાં સીમા બંધ કરવા અને એરપોર્ટ બંધ હોવા, મુસાફરી પ્રતિબંધ, ઘરમાં રહેવાના આદેશ સહિત ઘણી અન્ય ઈમર્જન્સી સ્થિતિનો સામનો કરવો કરવો પડી શકે છે.

પરામર્શમાં અમેરીકાના નાગરિકોને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત સહિત પૂર્વમાં સંઘ દ્વારા પ્રશાસિત જનજાતીય વિસ્તારમાં નહી જવાની અપીલ કરી છે કારણ કે અહીં આતંકવાદ અને અપહરણનો ખતરો છે.

જ્યારે નાગરિકોને આતંકવાદ અને સંભવિત સશસ્ત્ર સંઘર્ષના કારણે નિયંત્રણ રેખા સાથે જોડાયેલા વિસ્તારમાં પણ જવાથી બચવા માટે કહેવામાં આવ્યું છે. જો કે ઠીક આ સમયે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાકિસ્તાનમાં 2014ની સરખામણીએ સુરક્ષા વાતાવરણમાં સુધારો થયો છે. પાકિસ્તાનના સુરક્ષા દળોએ 2014માં આતંકવાદી રોધી અભિયાન ચલાવ્યું હતું. 

Gujarat