For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકામાં છટણીનો દોર, ભારતીય માટે H-1B વિઝા મેળવા પડકાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ચિંતા વ્યક્ત કરી

બીડન સરકારનું વહીવટીતંત્ર અર્થતંત્રને સ્થિર કરવા માટે પ્રયત્નશીલ: વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી

Updated: Jan 25th, 2023

Article Content Image

Image: pixabay



વિશ્વમાં કોરોના બાદ આવેલો છટણી દોર હજુ યથવાત છે. હાલ વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે યુએસમાં પણ કર્મચારીઓની છટણી પ્રક્રિયા શરુ છે. ઘણી મોટી ટેક કંપનીઓએ તેમના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. જેની સીધી અસર તેના પરિવાર પર પડી રહી છે. જેને લઇ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ચિંતા વ્યક્ત કરી હતી.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ ગઈકાલે કહ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ નોકરી ગુમાવવાની સીધી અસર તેમના પરિવાર પર થાય છે તે વાતને સમજે છે. તેમણે કહ્યું કે, બીડન સરકારનું વહીવટીતંત્ર અર્થતંત્રને સ્થિર કરવા માટે પ્રયત્નશીલ છે.

ભારતીયો માટે એક પડકાર 
અમેરિકામાં નોકરીમાંથી  જે લોકોની છટણી કરવામાં આવી છે, તેમાં મોટા ભાગના ભારતીય કે જે આઈટી પ્રોફેશનલ્સ સાથે જોડાયેલ છે. મોટાભાગના ભારતીય ત્યાં રહેવા માટે  H-1B વિઝા મેળવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. હવે અમુક લોકોની છટણી બાદ, પરિસ્થિતિ હવે એવી છે કે  તેઓએ વિઝા નિયમોના આધારે નિર્ધારિત સમયમર્યાદામાં નવી નોકરી શોધવી પડશે, જે એક પડકારજનક સ્થિતિ સાબિત થઇ શકે છે.  H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે યુએસ કંપનીઓને વિદેશી કામદારોને નોકરી આપવાની મંજૂરી આપે છે.

મોટી મોટી ટેક કંપનીઓમાં છટણીનો દોર 
આઈટી કંપનીઓની વાત કરીએ તો ગૂગલથી લઈને માઈક્રોસોફ્ટ અને ફેસબુકમાં છટણીનો તબક્કો ચાલી રહ્યો છે. અગાઉ માઈક્રોસોફ્ટ, ફેસબુક, એમેઝોન જેવી કંપનીઓએ કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. આ પછી તાજેતરમાં જ ગૂગલ જેવી દિગ્ગજ કંપનીએ પોતાના 12000 કર્મચારીઓને બહાર કરવાની જાહેરાત કરી છે. અગાઉ એમેઝોનમાંથી 18,000 અને મેટામાંથી 10,000 લોકોને નીકળી દીધા હતા.

Gujarat