For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાંગ્લાદેશમાં એકસાથે 14 મંદિરોમાં તોડફોડ મચાવાઈ, હિન્દુ સમુદાયના લોકો ભયભીત

હિન્દુ સમુદાયના નેતા બિદ્યનાથ બર્મને કહ્યું-અજાણ્યા લોકોએ અંધારાની આડમાં હુમલો કરી દીધો

ત્રણ જૂથમાં આવીને મંદિરોમાં મૂર્તિઓ સાથે તોડફોડ મચાવી હતી

Updated: Feb 6th, 2023

Article Content Image

image : Envato


નવી દિલ્હી, તા. 6 ફેબ્રુઆરી, 2023, સોમવાર

બાંગ્લાદેશમાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડ મચાવવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે અસામાજિક તત્વોએ એક કે બે નહીં પણ 14 મંદિરોમાં તોડફોડ મચાવી હતી. આ મામલો સામે આવતા જ પોલીસે એલર્ટ થઈ તપાસ હાથ ધરી હતી. 

શનિવારે મોડી રાતે ઘટના બની 

પશ્ચિમ-ઉત્તર બાંગ્લાદેશમાં અજાણ્યા બદમાશોએ શનિવારે મોડી રાતે સુનિયોજિત રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. આ ઘટના ઠાકુરગામના બલિયાડાંગીમાં બની હતી. અહીં હિન્દુ સમુદાયના એક નેતા બિદ્યનાથ બર્મને કહ્યું કે અજાણ્યા લોકોએ અંધારાની આડમાં મંદિરો પર હુમલો કરી દીધો હતો અને ત્રણ જૂથમાં આવીને મંદિરોમાં મૂર્તિઓ સાથે તોડફોડ મચાવી હતી.

અપરાધીઓની હજુ ઓળખ થઈ શકી નથી  

બલિયાડાંગી પૂજા ઉત્સવ પરિષદના મહાસચિવ બર્મને કહ્યું કે અમુક મૂર્તિઓને તોડી નખાઈ હતી. અમુક મૂર્તિઓને મંદિરના પરિસરમાં આવેલા તળાવના પાણીમાં વહાવી દેવાઈ હતી. હાલમાં અપરાધીઓની ઓળખ થઈ શકી નથી પણ આ મામલે તપાસ કરી કાર્યવાહીની માગ કરાઈ છે. 

Gujarat