વધતો તણાવ: ચીને તાઈવાન પર ફેંકી 11 ડોંગેફેંગ મિસાઈલ, 5 જાપાનમાં જઈને પડી


-અકળાયેલા ચીને તાઈવાન પર 11 ડોંગફેંગ મિસાઈલ છોડી, જાપાનમાં અમુકનું લેન્ડિંગ, બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો

તા. 4 ઓગસ્ટ 2022,ગુરુવાર

નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત બાદ ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે ચીન તરફથી એક ડગલું આગળ વધીને 11 મિસાઈલો છોડવામાં આવી છે. તાઈવાન સરકારે આ વાતનો સ્વીકાર પણ કર્યો છે. આ મિસાઇલો તટીય વિસ્તારોની આસપાસના છોડવામાં આવી છે. જોકે અમુક રિપોર્ટ અનુસાર આ મિસાઇલોનું લેન્ડિંગ જાપાનમાં થયું હતું.

જાપાનના રક્ષા મંત્રી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન દ્વારા છોડવામાં આવેલી પાંચ મિસાઈલો જાપાનના ક્ષેત્રમાં પડી છે. આ એક ગંભીર મામલો છે કારણ કે તેનો સીધો સંબંધ આપણા દેશની સુરક્ષા સાથે છે. અમે લોકોની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહિ કરીએ.

બુધવારે તાઈવાનના એર ઝોનમાં 27 ચીની ફાઈટર એરક્રાફ્ટ જોવા મળ્યા હતા. ચીનની આ અવળચંડાઈને કારણે તાઈવાને તેની મિસાઈલ સિસ્ટમ પણ સક્રિય કરી દીધી હતી. સૈન્ય અભ્યાસના નામે ચીન તાઈવાનને સતત ચેતવણી આપી રહ્યું છે, મિસાઈલોથી ડરાવવાનું કામ કરી રહ્યું છે.

અમેરિકાએ વધાર્તો તણાવ : 

બંને દેશો વચ્ચે શરૂ થયેલા આ તણાવની સ્ક્રિપ્ટ અમેરિકાએ લખી છે. જ્યારથી અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધી ત્યારથી ચીન દ્વારા ડ્રેગન ધમકીઓનો દોર શરૂ થઈ ગયો છે. રસપ્રદ વાત એ છે કે પેલોસીની મુલાકાત પૂર્વે તણાવ વધ્યો હતો, ધમકીઓ આપી હતી પરંતુ પેલોસીના તાઈવાનથી પરત ફર્યા બાદ જ ચીનની આ મિલિટ્રી ચાલ અને મિસાઈલ હુમલા તેની કાયરતા રજૂ કરે છે.

ચીનના સત્તાવાર મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીની સેના 4થી 7 ઓગસ્ટ સુધી 6 અલગ-અલગ વિસ્તારોમાં સૈન્ય અભ્યાસ પણ કરશે, જે તાઈવાન ટાપુને ચારે બાજુથી ઘેરી લેશે. આ સિવાય ગ્લોબલ ટાઈમ્સે ચીનના નિષ્ણાતોના હવાલાથી કહ્યું છે કે ચીનની આ કવાયત અભૂતપૂર્વ છે કારણ કે PLA મિસાઈલો પ્રથમ વખત તાઈવાન ટાપુ ઉપરથી ઉડશે તેવી અપેક્ષા છે. 

આમ આ સ્થિતિ વધુ ગંભીર બનશે, તણાવ વધુ વધી શકે છે. અત્યારે અમેરિકા ચોક્કસપણે તાઈવાનને મદદ કરવાની વાત કરી રહ્યું છે, સુરક્ષા આપવાની ખાતરી પણ આપી રહ્યું છે પરંતુ જમીન પરની પરિસ્થિતિને જોતા તાઇવાન અમેરિકા પર આંધળો વિશ્વાસ કરી શકે નહીં તે પણ એક પ્રત્યક્ષ હકીકત છે.

City News

Sports

RECENT NEWS