For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગ્યાનવાપીનો ઉકેલ બંને પક્ષો સાથે બેસીને લાવે

- મોહન ભાગવતનો પોઝિટીવ અભિપ્રાય

Updated: Jun 8th, 2022

- ઇનસાઇડ સ્ટોરી વીરેન્દ્ર કપૂર

- મથુરા હોય કે કાશી વિવાદ હોય પણ સંઘ તેના માટેની કોઇ ચળવળમાં ભાગ નહીં લે

ગ્યાનવાપી મસ્જીદનો વિવાદ આગળ વધી રહ્યો છે તે દરમ્યાન નવો વળાંક જોવા મળી રહ્યો છે જેને લોકો કેટલો સ્વિકારશે તે પર સૌની નજર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દરેક મસ્જીદમાં શિવલીંગ શોધવાની જરૂર નથી. ગ્યાનવાપી મસ્જીદનો કેસ કોર્ટમાં છે. પરંતુ મોહન ભાગવતની વાતો પરથી એટલું સ્પષ્ટ છે કે અયોધ્યાની જેમ ગ્યાનવાપી ખાતે કોઇ હલ્લાબોલ જેવી સ્થિતિ ઉભી નહીં થાય.

ગ્યાનવાપી મસ્જીદમાં  શિવલીંગ મળી આવતા એક ચોક્કસ વર્ગ ગુસ્સામાં આવી ગયો હતો. હવે જ્યારે સત્યશોધક કમિટીએ અહેવાલ આપ્યો છે કે મસ્જીદની જગ્યાએ મંદિરને મસ્જીદમાં ફેરવી નાખવામાં આવ્યું છે. જેના કારણેે બે કોમ્યુનિટી સામસામે આવી ગઇ છે. ઐતિહાસિક તથ્યો પણ કહે છે કે મંદિર પર મસ્જીદ ઉભી કરી દેવાઇ હતી.જાહેર પરિસંવાદો અને સોશ્યલ નવેટવર્ક મંદિર પાછું લેવા મથી રહ્યા છે જેના કારણે ઉગ્ર સ્થિતિ ઉભી થઇ રહી છે. 

અહીં એ વાત પણ સાચી છે કે મોગલ શાસકોએ કરેલા અત્યાચારના પોપડા ઉખડશે. મોગલ શાસકોેેએ કરલા અત્યાચારની વાતો ફરી સપાટી પર આવી રહી છે. આવા ક્રૂૂર શાસકોએ હિન્દુઓ પર કરેલા અત્યાચારોની  ચર્ચા થઇ રહી છે. જોકે અહીં મહત્વની વાત એ છે કે કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે દેશમાં સળગતા પ્રશ્નો તરફથી લોકોનું ધ્યાન અન્યત્ર ખેંચવા આવા મુદ્દાઓ પર વિવાદ ચાલુુ રખાય છે.

સળગતા પ્રશ્નોમાં આર્થિક મોરચે ફુગાવો અને ભાવ વધારાના પ્રશ્નો, રશિયાનો યુક્રેન પર હુમલાના કારણે પેટ્રોલ ડિઝલના ભાવોમાં વઘારો   ચીન દ્વારા સરહદે ઉભું થઇ રહેલું ટેન્શન વગરેથી ઉભી થયેલી સ્થિતિ નિવારવા આપણે વિચારવાનું છે કે પછી ફરી પાછી કોમ્યુનલ અશાંતિ ઉભી કરવી છે? 

ભજપની નેતાગીરી માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે પરંતુ સર સંઘચાલકે ઉકળતા વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો વિચાર આગળ કર્યો છે. સરકારમાં કે સરકાર બહારના તત્ત્વોને મોહન ભાગવતે સંકેત આપી દીધોે છે કે બહુ વિવાદ ઉભા ના કરો. તેમણે સંભવિત ટાઇમ બોંબની ટીક ટીક બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. સંઘે એવો પણ મેસેજ આપી દીધો છે કે અયોધ્યાની જેમ ગ્યાનવાપી માટે કોઇ આંદોલન નહીં થાય.

નાગપુર ખાતે સંઘના ટ્રેનીંગ કેમ્પના સમાપન સમારોહમાં મોહન ભાગવતે ગ્યાનવાપી વિવાદ જેવા મુદ્દાનો અંત લાવવા જણાવ્યું હતું કે હમ હર મસ્જીદમેં શિવલીંગ ક્યું  ઢૂંઢે? ભાગવતે ભાર પૂર્વક કહ્યું હતું કે તે માને છે કે મોટાભાગના ભારતીય મુસ્લિમો પહેલાં હિન્દુ હતા. સંધનો મુખ્ય હેતુ માણસને વધુ સંસ્કૃત બનાવવનો છે. 

ગ્યાનવાપી વિવાદ માટે તેમણે કહ્યું કે બંને પક્ષોએ સાથે બેસીને સર્વસંમત નિર્ણય લેવો જોઇએ. જો સાથે બેસીને નિર્ણય ના લઇ શકાય તો કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઇએ. જે ચુકાદો બંને પક્ષને માન્ય હોવો જોઇએ.

ગ્યાનવાપી મસ્જીદના મુદ્દે બંને પક્ષને મોહન ભાગવતે સારો સંકેત આપ્યો છે. પરંતુ કમનસીબી એ વાતની છે કે કેટલાક બની બેઠેલા સેક્યુલરીસ્ટો કહે છે કે આ તો બધી શબ્દોની માયાજાળ છે તેમની વાતો પર ભરોસો રાખી શકાય નહીં. અહીં ઉલ્લેખનીય છે કે સંઘ પરિવારની મદદ વિના ગ્યાનવાપી કેસ ચોક્કસ દિશામાં આગળ વધી શકે એમ નથી.

આગામી દિવસોમાં કોર્ટનો ચુકાદો આવશે. ત્યારબાદ મથુરા સહિતના પ્રાચીન મંદિરોનો વિવાદ પણ રાહ જોઇને ઉભો છે. રામ મંદિરની ચળવળ ચાલતી હતી ત્યારે એવી રજૂઆત થઇ હતી કે મુસ્લિમો સ્વૈચ્છિક રીતે ત્રણ પ્રાચીન મંદિરો સોંપી દે તે પછી હિન્દુઓ ક્યારેય મેાગલ શાસકેાએ તોડેલા બીજા મંદિરો પર દાવો નહીં કરે પરંતુ મુસ્લિમ નેતાઓએ તે વાત ફગાવી દીધી હતી.

Gujarat