યશવંતસિંહા કમનસીબ વિપક્ષમાં ઉમળકો નથી


- રાષ્ટ્રપતિ પદની રેસ ભારે પડી

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

જ્યારે રાષ્ટ્રપતિપદ માટે યશવંત સિંહાએ ઉમેદવાર બનવાનું નક્કી કર્યું ત્યારે તૃણમૂલ કોંગ્રેસ સહીતના વિરોઘ પક્ષોની બહુમતી હતી અને કાગળ પર તો જણાતી જ હતી. પરંતુ સિંહાની કમનસીબી એ છે કે તેમની કાગળ પરની બહુમતી પણ ધીરે ધીરે અદ્રશ્ય થવા લાગી હતી. હવે તે ઇજ્જતભેર ઉમેદવારી પાછી ખેંચી લે તેા ઠીક છે બાકીતે સત્તાધારી એનડીે સામે તેમની હાર નિશ્ચિત બનતી જાય છે.  યશવંત સિંહાની જીતના થોડા ઘણા ચાન્સ પણ દેખાતા નથી. એટલેજ વડાપ્રધાન મોદીનો રાષ્ટ્રપતિપદના ઉમેદવારની પસંદગીને માસ્ટર સ્ટ્રોક કહ્યો છે.ઓડિસાના સનાથલ આદિવાસી મહિલા દ્રાપદી મૂર્મૂને પસંદ કરીને એનડીએએ બીજુ જનતા દળનો ટેકો મેળવી લીધો હતો. હવે જ્યારે  મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ  છે ત્યારે શિવસેનાના બે ફાડચા પૈકીનો એક સત્તાધારી ભાગ પણ એનડીએના ઉમેદવારને મત આપશે. એવીજ રીતે જારખંડ મુક્તિ મોરચો પણ એનડીએના ઉમેદવારને મત આપશે. દ્રેાપદી મૂર્મૂ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમના અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો બહુ સુમેળ ભર્યા હતા.

યશવંત સિંહાની કમનસીબીતો જુઓ, તે જે રાજ્યમાંથી આવે છે ત્યાં જેએમએમ અને કોંગ્રેસની સરકાર છે. પરંતુ ત્યાં પણ યશવંત સિંહાને ટેકો આપવાના આઇડયાને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે.  સિંહાની કમનસીબી એટલેથી અટકતી નથી. તેમને પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પણ તેમની સાથે રહેવા નથી માંગતા એ દેખાઈ આવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સર્વે સર્વા મમતા બેનરજી હવે નવેસરથી વિચારી રહ્યા છે. કેમકે તેમના રાજ્યમાં પણ સનાથલ આદિવાસીના મતો છે. આ મત તે જવા દેવા માંગતા નથી. જ્યારે સનાથલ આદિવાસી દેશની સર્વોચ્ચ ખુરશી પર બેસે ત્યારે તેમનો વિરોધ પોતાની તરફથી થાય એમ મમતા નથી ઇચ્છતા. એટલે પોતાના રાજ્ય તરફથી યશવંત સિંહાને ટેકો મળે તેે પણ તે નથી ઇચ્છતા. હકીકત એ પણ છે કે યશવંત સિંહા હંમેશા અનિવાર્ય નથી રહ્યા. તો કોઇને કોઇ મુદ્દે વડાપ્રધાન મોદીના ટીકાકાર રહ્યા છે. તે ભાજપમાં હતા ત્યારે પણ મોદીની ટીકા કરતા હતા. આ અગાઉ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાતા પહેલાં તેમણે આમ આદમી પાર્ટી સાથે પણ હાથ મિલાવી ચૂક્યા હતા.

તૃણમૂલ કોંગ્રેસ સિંહા બાબતે ઢચુપચુ વલણ બતાવતા વિપક્ષના ટેન્ટમાં પણ સિંહા બાબતે બહુ ઉમળકો જોવા નથી મળતો. પોતાના પ્રતિસ્પર્ધીનો હાથ ચૂંટણીમાં વધુ મજબૂત છે એમ સ્વીકારીને સિંહાએ પોતાનું નામ ચૂંટણીમાંથી પાછું ખેંચી લેવું જોઇએ એવી ચર્ચા ચાલી રહી છે. જો સિંહા નામ પાછું ખેંચશે તો તેમને બદનામી નહીં મળે પરંતુ જો હારશે તો તેમને વધુ બદનામી મળશે.

સંજય રાઉતના કારણે ઉધ્ધવની હાર

ઉધ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે જે શિવસેના પર નિયંત્રણ કરતા હતા તે બહુ લાંબો સમય સંજય રાઉતથી દુર રહી શકે એમ નથી. પોતે એકલા  હાથેે શિવસેના ચલાવતા હોય એમ તેમણે ભાજપ પર આક્ષેપોનો મારો ચાલુ રાખ્યો હતો. શિવસેનાના સૌથી જુના સાથી પક્ષ ભાજપ સાથે સંબંધો એટલી હદે બગાડી નાખ્યા છે કે હવે પાછા ભાજપ  સાથે હાથ મિલાવવાનું મુશ્કેલ થઈ પડયું છે. 

વિવાદનું પરિણામ એ આવ્યું છે કે શિવસેનાના બે ભાગલા પડી ગયાછે . એક ભાગ સત્તામાં છે અને બીજો ઉધ્ધવ વાળો ભાગ એનસીપી અને કોંગ્રેસ સાથે બેસશે. હવે રાઉત એમ કહે છે કે ભાજપ શિવસેનાને ખતમ કરવા માંગે છે. પરંતુ દરેક જાણે છે કે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીએ ભાજપને દુર રાખવા પ્રયાસ કર્યા હતા પરંતુ ભાજપે તેના સિધ્ધાંતો નહોતા છોડયા  જ્યારે શિવસેનાએ સત્તા પર ચીટકી રહેવા હિન્દુત્વ બાજુ પર હડસેલી દીધું હતું. કહે છે કે રાઉત સામે ઇડીની તપાસ ચાલે છે તેને આગળ ધરીને તેમને સામનામાંથી ખસેડી નાખવા જોઇએ.

City News

Sports

RECENT NEWS