હરખપદુડા ભાજપીઓએ શૈલજાની એન્ટ્રી રોકી દીધી
- ભાજપ માટે એન્ટી ઇન્કમબન્સી ખલનાયક
- ઇનસાઇડ સ્ટોરી
- શૈલજાએ ડીંગો બતાવ્યા પછી ભાજપનો આત્મ વિશ્વાસ ડમમગી ગયો હોય એમ લાગે છે..
બે દિવસ પછી હરિયાણામાં અને જ્મ્મુ કાશ્મીરમાં વિધાનસભાના ચૂંટણી જંગનું મતદાન થશે. અહીં આપણે હરિયાણાની વાત કરી રહ્યા છીએે. હરિયાણાની ૯૦ બેઠકો માટેનો આ જંગ દરેક રાજકીય પક્ષ ખરાખરીનો ખેલ સમજીને લડી રહ્યો છે.
ભાજપ સત્તા ટકાવી રાખવા લડે છે તો કોંગ્રેસ અને સાથી પક્ષો ભાજપ પાસેથી સત્તા આંચકી લેવા તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. ભાજપને એન્ટી ઇન્કમબન્સીનું ફેક્ટર નડી રહ્યું છે. છેલ્લે જ્યારે કોંગ્રેસના અનુભવી નેતા અને સોનિયા ગાંધીની નજીકના મનાતા શૈલજાએ ભાજપને ડીંગો બતાવ્યા પછી ભાજપમાં સન્નાટો છે. શૈલજાના કેસમાં ભાજપે કાચું કાપ્યું હતું.
શૈલજા અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠકો થઇ હતી પરંતુ ભાજપના હરખપદુડા નેતાઓએ પોતાનાજ પક્ષ સાથે ગેમ રમી નાખી હતી. કેટલાંકે શૈલજા સાથેના સોદાની વાત સમાચાર માધ્યમોમાં વહેતી કરતાંજ કોંગ્રેસ અને શૈલજા બંને ચેતી ગયા હતા. શૈલજાની વાત એવી ઊડીકે તેમને ભાજપે મુખ્યપ્રધાન પદું આપવાની ઓફર કરી હતી.
શૈલજા મહત્વકાંક્ષી હોય તે સ્વભાવિક છે. ભારતના રાજકારણમાં દરેક ઊંચે ચઢવા માંગતા હોય છે. શૈલજાનું પેપર ફોડનારા ખુદ ભાજપનાજ નેતાઓ હતા. ભાજપના અંદરના ડખાના કારણે જાહેરમાં ભાજપની ફજેતી થઇ હતી. શૈલજાએ કોંગી નેતાઓ સાથે જાહેરમાં સ્ટેજ પર બેસીને ભાજપને બતાવી આપ્યું હતું કે મને પક્ષપલટો કરવામાં કોઇ રસ નથી.
ભાજપમાં જે નેતાઓ મુખ્યપ્રધાન બનવાની રાહ જોઇને બેઠા છે તે લોકો સમજી ગયા હતાકે જો શૈલજા આવશે તો આપણો ચાન્સ ક્યારેય નહીં લાગે. આ નેતાઓએ ભાજપને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકી દીધું હતું. ૨૦૧૯ની લોકસભામાં ભાજપ ેહરિયાણાની તમામ ૧૦ બેઠકો જીતી હતી પરંતુ ૨૦૨૪માં ભાજપ અને કોંગ્રેસ એમ બંનેને પાંચ-પાંચ બેઠકો મળી હતી. હરિયાણા વિધાન સભામાં કોંગ્રેસ છેલ્લા દશ વર્ષથી વિપક્ષમાં બેઠેલી છે. આ વખતે હરિયાણાને ભાજપ પાસેથી આંચકી લેવાનો ગોલ્ડન ચાન્સ કોંગ્રેસ પાસે છે. ભાજપ સામેનું એન્ટી ઇન્કમબન્સી કોંગ્રેસ માટે લાભ ખેંચી લાવી શકે પરંતુ હરિયાણાના પ્રદેશિક પક્ષો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસના મત તોડી શકે છે. હરિયાણાના જંગમાં ૧૭ બેઠકો અનામત ઉમેદવારો માટે છે. તેના પર પ્રાદેશિક પક્ષો દાવ લગાવી રહ્યા છે. આ બેઠકો પરના દલિત વોટ આંચકી લેવા પ્રાદેશિક પક્ષોએ ચન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કર્યું છે.
૨૦૧૯માં આમઆદમી પાર્ટીએ ૪૬ બેઠો પર ચૂંટણી લડી હતી. ત્યારે તેનું સાવ જ ધોવાણ થયું હતું અને તેને માંડ ૦.૪૮ ટકા વોટ મળ્યા હતા. કહે છે કે તે નોટા કરતાં પણ ઓછા હતા. આ વખતે આમ આદમી પાર્ટી હરિયાણા પંજાબની સરહદને અડીને આવેલી ૨૮ બેઠકો પર ચૂંટણી લડશે. હરિયાણાના પ્રાદેશિક પક્ષો પ્રજાપરથી તેમની પકડ ખોઇ બેઠા છે એટલે તો તેમણે માયાવતી અને ચન્દ્રશેખર આઝાદના પક્ષ સાથે જોડાણ કર્યું છે. ૨૦૧૮માં ઇન્ડિયન નેશનલ લોકદળમાંથી એક ગૃપે છૂટા પડીને જનનાયક જનતા પાર્ટી બનાવી હતી. ૨૦૧૯માં જનનાયક જનતા પાર્ટી કીંગ મેકર બની હતી. ભાજપે તેના ટેકાથી સરકાર બનાવી હતી. કોંગ્રેસના જોર આગળ ભાજપ નબળું લાગી રહ્યું છે.