Get The App

કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે સરકારની મહત્ત્વની યોજના, સારવાર માટે મળશે આર્થિક મદદ

આ યોજના હેઠળ કેન્સરના દર્દીનું ફોર્મ ભરીને જમા કરાવવાનું હોય છે

સર્જરી માટે 5 લાખ અને કીમોથેરાપી માટે 10 લાખ રુપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે

Updated: Feb 20th, 2024

GS TEAM

Google News
Google News
કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે સરકારની મહત્ત્વની યોજના, સારવાર માટે મળશે આર્થિક મદદ 1 - image
Image Envato

Cancer Patients Treatment: કેન્સરનું નામ સાંભળતા જ દરેક લોકો ગભરાય છે. એવું કહેવાય છે કે કેન્સર એટલે કેન્સલ. એટલે કે કેન્સરની કોઈ દવા નથી. તેથી આ એક ખતરનાક બીમારી કહેવાય છે. એક માહિતી પ્રમાણે દર વર્ષે વિશ્વમાં કેન્સરના કારણે આશરે 96 લાખથી વધુના મોત થાય છે. WHO અનુસાર, વિશ્વમાં કેન્સરથી થતાં મોત બીજુ સૌથી મોટુ કારણ છે. કેન્સર થવા પાછળ ઘણા કારણો છે, પરંતુ યુવાનીમાં જ કેટલીક સાવચેતી રાખવામાં આવે તો આ બીમારીની સારવાર શક્ય છે.

કેન્સર આજે દુનિયામાં એક ખતરનાક બીમારી છે. હજુ સુધી તેનો કોઈ ઈલાજ શોધાયો નથી. કેન્સરની સારવારમાં લોકો લાખો-કરોડોનો ખર્ચ કરી નાખે છે, છતાં પણ કોઈ જીવી શકતું નથી. કેન્સર આજે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના કોઈ પણને થઈ શકે છે. જેમાં કેટલાક પરિવાર આ ખર્ચ ઉઠાવી શકવા માટે સક્ષમ નથી હોતા. તો કેટલાક કેન્સરની દવા કરવા માટે સક્ષમ હોય છે. પરંતુ જે લોકો આ ખર્ચ કરવા માટે સક્ષમ નથી તેવા લોકોને સરકાર તરફથી સહાય મળે છે. જો તમારી ફેમિલીમાં અથવા અન્ય કોઈ પરિચિતને કેન્સર થયું હોય તો તેની સારવાર માટે સરકાર તરફથી તેને આર્થિક મદદ મળી શકે છે. આવો તેના વિશે વિગતે જાણીએ. 

સરકાર આપે છે આર્થિક મદદ

કેન્સર એક ખતરનાક બીમારી નહીં પરંતુ તેની સારવાર પણ ખૂબ જ મોંઘી છે. એટલા માટે સામાન્ય લોકો તેનો ઈલાજ કરાવી શકતા નથી. કેન્સરની સારવાર માટે સરકાર રોગીઓને આર્થિક સહાય કરે છે. જેમા ભારત સરકારના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે.  

સરકાર સારવાર માટે 10 લાખ સુધીની આર્થિક સહાય આપે છે

આ યોજના હેઠળ કેન્સરના દર્દીનું ફોર્મ ભરીને જમા કરાવવાનું હોય છે. જેમાં તેની સારવાર, લેબોરેટરી ટેસ્ટ તેમજ હોસ્પિટલ વિશે અને બીમારીથી સાથે જોડાયેલી માહિતી લખીને આપવાની હોય છે. આ યોજના હેઠળ સરકાર તરફથી સર્જરી માટે 5 લાખ અને કીમોથેરાપી રેડિયોથેરાપી જેવી સુવિધા માટે 10 લાખ રુપિયા સુધીની આર્થિક સહાય કરવામાં આવે છે.

બાળકો માટે નવી પોલીસી બનાવવાની માંગણી

જો નાના બાળકોને કેન્સર થઈ જાય તો તેનું જીવન ખૂબ જ કઠિન થઈ જાય છે. તેનાથી બાળકના અભ્યાસ પર અસર પડે છે. હાલમાં જ બિહારની સુશાંતને દિલ્હીની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે, ત્યાં તેની સારવાર ચાલી રહી છે. સુશાંત આર્થિક રીતે કમજોર પરિવારમાંથી આવે છે. તેથી તેની સારવાર માટે તેના પરિવારે દિલ્હીની NGO Cankids Kids Can નેશનલ સોસાયટી ફોર ચેંજ ફોર ચાઈલ્ડહુડ કેન્સર ઈન ઈન્ડિયાની દેખરેખ હેઠળ છે. 


Tags :