ઓમિક્રોનનો સબ વેરિએન્ટ 'સેંટોરસ' બની શકે છે આગામી વૈશ્વિક કોરોના વેરિએન્ટ


- ભારતમાં મે મહિનાથી  લઈને અત્યાર સુધીમાં 1,000 સેમ્પલોની જિનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી હતી જેમાંથી બે તૃતીયાંશ કેસ BA 2.75ના હતા

નવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવાર

ભારતના અનેક શહેરોમાં કોરોનાના વધતા કેસો વચ્ચે વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે, ઓમિક્રોનનો સબ વેરિએન્ટ 'સેંટોરસ' આગામી વૈશ્વિક કોરોના વેરિએન્ટ હોય શકે છે. તેનું કારણ એ છે કે, તે અત્યાર સુધીમાં લગભગ 20 દેશોમાં ફેલાય ચૂક્યો છે. તેનું સંક્રમણ ખૂબ જ ઝડપી છે. પરંતુ રાહતની વાત એ છે કે, મજબૂત ઈમ્યુનિટિના કારણે ભારત સહિત તમામ દેશોમાં તેનો પ્રભાવ ઓછો જોવા મળી રહ્યો છે. ઝડપી સંક્રમણ હોવા છતાં હોસ્પિટલમાં દાખલ થવાના દરમાં વધારો નથી થયો.

ઓમિક્રોનનો જ નવો સબ વેરિએન્ટ

સેંટોરસ એટલે કે, બીએ. 2.75 પર વૈજ્ઞાનિક નજર રાખી રહ્યા છે. આ ઓમિક્રોનનો જ નવો સબ વેરિએન્ટ છે જેના કેસ જુલાઈમાં ભારતમાં ઝડપથી વધવા લાગ્યા હતા. ત્યારબાદ એશિયા અને યુરોપ સહિત 20 દેશોમાં તે ફેલાય ચૂક્યો છે. ભારતમાં મે મહિનાથી  લઈને અત્યાર સુધીમાં 1,000 સેમ્પલોની જિનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી હતી જેમાંથી બે તૃતીયાંશ કેસ BA 2.75ના હતા. 

બીજી વખત સંક્રમણની કેટલી આશંકા

ત્યારબાદ સૌથી વધુ કેસ BA-5 ના હતા જ્યારે બાકીના કેસ ઓમિક્રોનના અન્ય સબ વેરિઅન્ટના હતા. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, BA 2.75ના કેસ  દિલ્હીમાં પણ સર્વાધિક નોંધાયા હતા. પરંતુ હવે તે સ્થિરતા તરફ વધતો નજર આવી રહ્યો છે. BA 2.75માં એક મ્યૂટેશન એ452આર છે. જેનાથી બીજી વખત સંક્રમણની આશંકા વધે છે. 

હાઈબ્રિડ ઈમ્યુનિટિના કારણે ઓછો પ્રભાવ

કેટલાક વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે, તે આગામી વૈશ્વિક વેરિએન્ટના રૂપમાં ઉભરી રહ્યો છે પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે, હાઈબ્રિડ ઈમ્યુનિટિના કારણે તેની અસર ઓછી દેખાઈ રહી છે. હાઈબ્રિડ ઈમ્યુનિટિનો અર્થ સંક્રમણથી ઉત્પન્ન ઈમ્યુનિટિની સાથે-સાથે વેક્સિનેશનથી પણ ઈમ્યુનિટિ પ્રાપ્ત કરવાનો છે. 

કેવી રીતે ઉત્પન્ન થયો સેંટોરસ વેરિએન્ટ

ઓમિક્રોનથી બે સબ વેરિએન્ટ BA-1 તથા BA-2 બન્યા.  BA-1થી આગળ કોઈ સબ વેરિએન્ટ ન બન્યો જ્યારે  BA-2થી 4 સબ વેરિએન્ટ ઉત્પન્ન થયા. તેમાં  BA-4,  BA-5,  BA 2.12-1 તથા BA 2.75 બન્યા છે. અલ્ફા, ગામા, બીટાના કોઈ સબ વેરિએન્ટ જાણીતા નથી. જ્યારે ડેલ્ટાનું સબ વેરિઅન્ટ ડેલ્ટા પ્લસ છે.


City News

Sports

RECENT NEWS