બાળકને વારંવાર થાય છે શરદી ખાંસી? અપનાવો આ ઘરગથ્થુ નુસ્ખો
નવી દિલ્હી,તા. 26 ઓક્ટોબર 2023, ગુરુવાર
હવે શિયાળાની ઋતુ શરુ થઇ ગઇ છે જેમાં નાના બાળકની ઇમ્યુનિટી વીક પણ થઇ જતી હોય છે. જો બાળકોને શરદી અને ફ્લૂની સમસ્યા હોય તો તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જો બાળક બીમાર પડે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ, પરંતુ ઘરગથ્થુ ઉપચાર પણ છે, જેની મદદથી બાળકોને ઘણી રાહત મળી શકે છે પણ આ પહેલાં 0 થી 6 મહિનાના બાળકમાં શરદી ખાંસીના કારણો જાણી લઇએ.
બાળકમાં શરદી ખાંસી થવાના કારણો
જો શરદીથી પીડિત વ્યક્તિ બાળકને સ્પર્શ કરે છે, તો બાળક પણ વાયરસને પકડી શકે છે. જો બાળકની આંખ, નાક અથવા મોંને ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા સ્પર્શ કરવામાં આવે તો બાળકને પણ ચેપ લાગી શકે છે.
કેટલાક વાઈરસ જગ્યાઓ પર કે વસ્તુ પર હોય છે,જેમ કે જમીન, પડદા, રમકડાં કે વસ્તુઓ પર બે કે તેથી વધુ કલાકો સુધી રહે છે. બાળકને સ્પર્શ કરવાથી પણ તે વાયરસના સંપર્કમાં આવી શકે છે.
અજવાઇનની પોટલી કેવી રીતે બનાવવી?
- સૌ પ્રથમ ગેસ પર એક તવા મૂકો અને ચોથા ભાગનો અજવાઇન નાંખો.
- તવા માટે 6 થી 7 લસણની કળી લો.
- લસણને પણ અજવાઇનમાં નાંખી દો
- આ બંને વસ્તુઓને તવા પર શેકવા દો અને ત્યાં સુધી હલાવતા રહો.
- જ્યારે અજવાઇ શેકાવવા લાગશે તો તેમાંથી અવાજ આવવા લાગશે
- અજવાઇન શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- એક પ્લેટ લો અને તેના પર સુતરાઉ કાપડ ફેલાવી દો.
- પછી આ કપડાનું બંડલ બનાવો.
નવજાતથી 6 મહિનાના બાળક માટે ઉપયોગી
જો તમારા નવજાત બાળકને શરદી હોય અથવા તેની છાતીમાં કફ જમા થયો હોય તો હૂંફાળું સરસવ અથવા નાળિયેરનું તેલ લગાવો. આ તેલથી બાળકને માલિશ કરો અને પોટલીને બાળકની છાતી પર હળવા હાથે લગાવો.
અહીં, ધ્યાનમાં રાખો કે પોટલી થોડી ગરમ હોવી જોઈએ કારણ કે બાળક ખૂબ ગરમ કોમ્પ્રેસ સહન કરી શકશે નહીં. જો તમારા બાળકને નાક વહેતું હોય અથવા શરદી વધી રહી હોય, તો બાળકના ઓશિકા નીચે ગરમ અઝવાઇનની પોટલી મૂકી દો.
જો તમારા બાળકને શરદી, ખાંસી કે નાક વહેતું હોય તો આ અજમાઇનની પોટલીને તેની પીઠ, છાતી, પાંસળી અને પેટ પર લગાવો.
આ રીતે, અજવાઇનની સુગંધ બાળકના વહેતા નાકને સાફ કરવામાં મદદ કરે છે અને શરદી પણ મટાડે છે.