Get The App

જાણો આયુર્વેદ અનુસાર દૂધ ઉકાળવાની સાચી રીત અને તેને પીવાનો યોગ્ય સમય

Updated: Aug 2nd, 2023

GS TEAM

Google News
Google News
જાણો આયુર્વેદ અનુસાર દૂધ ઉકાળવાની સાચી રીત અને તેને પીવાનો યોગ્ય સમય 1 - image

                                                           Image Source: Freepik

અમદાવાદ, તા. 02 ઓગસ્ટ 2023 બુધવાર

વરસાદની સીઝનમાં ઘણા પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીઓ ઝડપથી ફેલાય છે. આનાથી તે લોકોને સૌથી વધુ જોખમ રહે છે, જેની ઈમ્યુનિટી કમજોર હોય છે. આ માટે ખાણીપીણીને વ્યવસ્થિત રાખવાની જરૂર હોય છે. અમુક લોકો ઠંડુ ખાવાનું પસંદ કરે છે પરંતુ આયુર્વેદ ચોમાસામાં હળવુ અને ગરમ ખાવાની સલાહ આપે છે. દૂધ પીવુ પણ ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ જો ચોમાસામાં દૂધ પીવાની રીત યોગ્ય ન હોય તો તેના ફાયદા ઓછા મળે છે.

ચોમાસામાં ગરમ દૂધ પીવુ ફાયદાકારક

આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે વરસાદમાં ગરમ કે હૂંફાળુ દૂધ પીવુ આરોગ્ય માટે જોરદાર ફાયદાકારક હોય છે. આ પાચન ક્રિયાને સારી બનાવે છે અને પોષક તત્વોના શોષણમાં પણ મદદ કરે છે. વરસાદની સીઝનમાં ગરમ દૂધ ઓવરઓલ હેલ્થ માટે સારુ માનવામાં આવે છે. 

દૂધ ઉકાળવાની યોગ્ય રીત

વરસાદમાં દૂધ પીતા પહેલા તેને ઉકાળવુ જરૂરી હોય છે પરંતુ ગરમ કરવાની યોગ્ય રીતે ઘણા ઓછા લોકો જાણે છે. જો દૂધને યોગ્ય રીતે ગરમ કરવા ઈચ્છો છો તો તેમાં એક ચતુર્થાંસ પાણી નાખો અને પછી ગરમ કરો. આનાથી ઘણા પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.

મસાલા દૂધ ફાયદાકારક

દૂધમાં ઘણા મસાલાનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. ઈલાયચી, તજ, હળદર અને આદુ જેવા આયુર્વેદિક મસાલા મેળવીને દૂધ પીવુ ઘણા પ્રકારના ફાયદા પહોંચાડે છે. આ પાચન ગુણોને વધારવાનું કામ કરે છે. ઈમ્યૂનિટીમાં સુધારો કરે છે અને સ્વાદ પણ સારો બનાવે છે. આનાથી વરસાદની સીઝનમાં થતી બીમારીઓનું જોખમ ઓછુ રહે છે.

દૂધ પીવાનો સાચો સમય

એક્સપર્ટ જણાવે છે કે જો દૂધને બ્રેકફાસ્ટ સાથે લેવામાં આવે તો સૌથી સારુ રહે છે. દૂધને ભોજનની જેમ પણ લઈ શકાય છે. આનાથી શરીરની સિસ્ટમ દૂધને સારી રીતે પચાવી શકે છે અને ઘણા પ્રકારના ફાયદા પહોંચાડે છે.